ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જાન્યુઆરી 2022
શનિવાર.
મુંબઈમાં દિવસેને દિવસે કોરોના અને ઓમીક્રોનના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી સતત 20,000ની ઉપર કેસ નોંધાઈ રહ્યા છે અને આગામી દિવસમાં કોરોનાના દર્દીનો આ આંકડો વધુ ઉપર જવાનો ભય છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે મુંબઈગરા માટે આગામી 10 દિવસ બહુ મહત્વના હોવાનો દાવો કર્યો છે.
મુંબઈ મહાનગપાલિકાએ રોજના 40,000 સુધીના કોરોના દર્દીનો આંકડો જાય એવો અંદાજ રાખ્યો છે. ડિસેમ્બરમાં 22 તારીખની આસપાસ 200થી 300ની આસપાસ કોરોનાના દર્દી નોંધાઈ રહ્યા છે. તે છેલ્લા થોડા દિવસ સતત વધી રહ્યા છે. બે દિવસથી આંકડો 20,000ની ઉપર ગયો છે. તેથી મુંબઈગરાનું ટેન્શન વધી ગયું છે. ત્યારે કમિશનર ઈકબાલ સિંહએ મુંબઈ માટે આગામી 10 દિવસ બહુ મહત્વના હોવાનું કહ્યું છે. આગામી 10 દિવસ મુંબઈગરાએ સંભાળીને કોરોનાને લગતા તમામ નિયમનું પાલન કરવાનું કહ્યું છે.
2021ની સાલમાં આ કારણથી રેલવે એક્સિડન્ટમા થયા સૌથી વધુ મૃત્યુ; જાણો વિગત
કમિશનરના કહેવા મુજબ ઓમીક્રોનના દર્દી જ્યાં સૌથી પહેલા મળી આવ્યા હતા, તે દક્ષિણ આફ્રિકામાં પાંચમા અઠવાડિયા બાદ કોરોનાની લહેર ઓસરવા માંડી હતી. મુંબઈમાં હાલની પરિસ્થિતિમાં જોખમી ડેલ્ટા વેરિયન્ટ 15 ટકા તો ઓમીક્રોન 80થી 85 ટકા ફેલાઈ ગયો છે. આગામી એક અઠવાડિયામાં ઓમાઈક્રોન સ્પ્રેડ થવાનું પ્રમાણ 100 ટકા થશે એવો અંદાજ છે. તેથી મુંબઈમાં હવે ત્રીજુ અઠવાડિયું મહત્વનું છે. એટલે સંભવત વધુ દસ દિવસ નીકળી ગયા બાદ લહેર ઓસરી જશે એવું અભ્યાસ પરથી જણાયું હોવાનો અંદાજો કમિશનરે વ્યક્ત કર્યો છે.