ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર.
ભાંડુપની મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત સાવિત્રીબાઈ ફુલે મેટરનિટી હોમમાં એરકંડિશન્ડમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે નવજાત બાળકોના નિઓનેટલ ઈન્ટેન્સિવ કેર યુનિટ(NICU)માં ચાર બાળકોના સેફ્ટીક શોકને કારણે મૃત્યુ થયા હતા.પાલિકા પ્રશાસનની બેદરકારીને કારણે બનેલી આ દુઘર્ટનામાં શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપવી જોઈએ, તેને બદલે શિવસેનાની નગરસેવિકા અને પાલિકાની આરોગ્ય સમિતિની અધ્યક્ષ રાજુલ પટેલે ભારે અપમાનજનક શબ્દોમાં આ પરિવારજનોને હોસ્પિટલમાં બાળકોને લાવવા કોણે કહ્યું હતું એવો સવાલ કરતા ચોતરફથી તેમના આવા વર્તાવની ટીકા થઈ રહી છે.
હોસ્પિટલની બેદરકારીને કારણે બાળકોના મોત થયા હોવાનો આરોપ મૃતક બાળકોના પરિવારજનો કરી રહ્યા છે. ચોતરફથી પાલિકાની બેદરકારી બદલ તેમની ટીકા થઈ રહી છે. આ પ્રકરણમાં વિધાનસભાના શિયાળુ અધિવેશનમાં પણ વિરોધપક્ષે આ મુદ્દે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે મૃત્યુ પામેલા બાળકોના પરિવારને આશ્વાસન આપવાને બદલે રાજુલ પટેલે તેમની સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તાવ કર્યો હતો.
બાળકોના વેક્સિનેશન માટે BMCએ તૈયાર કરી બ્લુ પ્રિન્ટ, આટલા સેન્ટર પર મળશે વૅક્સિન. જાણો વિગત
બાળકોના પરિવારને તેમના બાળકો ગુમાવવાનો પહેલાથી આઘાત હતો, તેમાં જયારે રાજુલ પટેલ તેમને મળવા ગયા ત્યારે પરિવારનો રોષ તેમના પર તૂટી પડયો હતો. નગરસેવકોને લોકો ચૂંટી કાઢતા હોય છે, તેથી તેમની જવાબદારી છે આવી દુર્ઘટના ના બને. તેની સામે રાજુલ પટેલ તેમની ઉપર જ તૂટી પડી હતી અને અમારી કેવી જવાબદારી? અમને પૂછીને આ હોસ્પિટલમાં આવ્યા હતા? એવા સવાલ કર્યા હતા. તેથી સ્થાનિક રહેવાસીઓમાં આવા બેરહેમ નગરસેવક અને સત્તાધારી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો.