ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
મુંબઈ મહાનગરપાલિકા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર થકી તમામ હોસ્પિટલ ને એક વાત સ્પષ્ટ કહી દીધી છે કે મુંબઈ મહાનગરપાલિકાની પરવાનગી વિના કોરોના ના કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં એડમિસન આપવું નહીં. આ ઉપરાંત હોસ્પિટલ માં એડમિશન માટે કોરોના નો પોઝિટિવ રિપોર્ટ હોવો જરૂરી છે.
જોકે બીજી તરફ ખાનગી લેબોરેટરીમાં કોરોના નો રિપોર્ટ આવતા બે થી ત્રણ દિવસ જેટલો સમય લાગી રહ્યો છે અને તેટલા સમયમાં દર્દીનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે તેમ છે. આ આખી પરિસ્થિતિને કારણે કેટલાય દર્દીઓને તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે.
એક તરફ રિપોર્ટ ન હોવાને કારણે તેઓ સાબિત નથી કરી શકતા કે તેમને કોરોના છે. બીજી તરફ લેબોરેટરી પર વધારે પડતો બોજો આવી જવાને કારણે તેઓ ઝડપથી કોરોના રિપોર્ટ નથી આપી શકતા. આ પરિસ્થિતિમાં લોકો છાતીનો એક્સરે કઢાવીને તેમજ સીટી સ્કેન કરાવીને તેના આધારે અલગ અલગ હોસ્પિટલમાં એડમિશન લઈ રહ્યા છે.
મહારાષ્ટ્ર સરકારે આ ગંભીર ની નોંધ લઇને કોઇ પગલાં લેવા જોઈએ તેવું મુંબઈ વાસીઓ નું માનવું છે.