ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર, 2021
શનિવાર
મુંબઈમાં સતત પાણી પુરવઠાને અસર થઈ રહી હોવાથી લોકોમાં BMC પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. વરસાદ પછી, મુંબઈને પાણી પૂરું પાડતા તમામ તળાવ છલકાઈ ગયા હતા. લોકોને આશા હતી કે આ વર્ષે કોઈપણ જાતના કાપ વિના પાણી મળતું રહેશે, પરંતુ હવે પાઈપલાઈનમાં લીકેજના કારણે સમસ્યા વધી છે.
12 નવેમ્બરની રાત્રે પાઈપલાઈનમાં લીક થવાને કારણે મુંબઈના ચાર વોર્ડ એટલે કે જી સાઉથ દાદર, જી નોર્થ ધારાવી, ડી વોર્ડ વર્લી અને એ વોર્ડ ફોર્ટમાં પાણી પુરવઠાને અસર થઇ હતી. BMC પાણી વિભાગનું કહેવું છે કે પવઈ સ્થિત વૈતરણાથી આવતી પાઇપલાઇનમાં લીકેજને કારણે પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.
હાફૂસ જેવા સ્વાદ-રંગવાળી આ દેશની કેરીનું આગમન થયું વાશીની ફળ બજારમાં; પ્રતિ કિલોના છે આટલા ભાવ
BMCના પાણી વિભાગે યુદ્ધના ધોરણે તૂટેલી પાઈપલાઈનનું સમારકામ શરૂ કરી દીધું છે. પાણીની ઉપલબ્ધતા ન હોવાને કારણે, 12 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યાથી મલબાર હિલ, વરલી, પાલી જળાશયો અને માહિમમાં પાણીનો પુરવઠો નહોતો. BMC દ્વારા કહેવામાં આવ્યું છે કે પાઈપમાં લીકેજના સમારકામના કારણે 13 નવેમ્બરના રોજ પણ ઉપરોક્ત વિસ્તારોમાં ઓછા દબાણ અને પૂરતો પાણી પુરવઠો નહીં મળવાની સંભાવના છે.