News Continuous Bureau | Mumbai
મુંબઈ લોકલના ઘણા રેલવે સ્ટેશનો પર હવે લિફ્ટની સુવિધા ઉપલબ્ધ છે. મુસાફરોને અસુવિધા ટાળવા અને વિકલાંગ અને વરિષ્ઠ નાગરિકોની તકલીફ ઘટાડવા માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પરંતુ બાંદ્રા રેલવે સ્ટેશન પાસે બુધવારે સવારે લિફ્ટ બંધ રહેતા 20 લોકોને થોડીવાર માટે પરસેવો વળી ગયો હતો. બુધવારે સવારે લગભગ અડધા કલાક સુધી બાંદ્રા રેલવે સ્ટેશન પર લગભગ 20 મુસાફરો લિફ્ટમાં ફસાયા હતા. બાંદ્રા રેલ્વે પોલીસ સ્ટેશનના કર્મચારી પોલીસ કોન્સ્ટેબલે યોગ્ય સમયે પોતાની ફરજ દેખાડી અને તમામને મદદ કરી અને તેમને સલામત રીતે બહાર કાઢ્યા.
બાંદ્રા રેલ્વે સ્ટેશન પર કઈ જગ્યા એ ઘટના બની?
પશ્ચિમ રેલ્વેએ વિકલાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે રેલ્વે સ્ટેશનના વિવિધ પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે એસ્કેલેટર અને લિફ્ટ પ્રદાન કરી છે. મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ 1 અને પદચારી પુલને જોડતી લિફ્ટમાં 20 મુસાફરો ફસાઈ ગયા હતા.
આ સમાચાર પણ વાંચો: Bank Holiday : નવા વર્ષના પહેલા મહિનામાં 11 દિવસ બેંક રહેશે બંધ, જુઓ સંપૂર્ણ યાદી…
પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલાક વિકલાંગ અને વરિષ્ઠ નાગરિક મુસાફરોએ બીજા પ્લેટફોર્મ પર જવા માટે બાંદ્રા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર લિફ્ટ લીધી હતી. પરંતુ લિફ્ટના દરવાજા બંધ થઈ જતાં લિફ્ટ અધવચ્ચે જ ફસાઈ ગઈ હતી. લિફ્ટમાં પંખો પણ બંધ થઈ ગયો. જેના કારણે અંદર રહેલા તમામ મુસાફરો ખૂબ જ ડરી ગયા હતા. આ સ્થળે પેટ્રોલીંગમાં રહેલા પોલીસ અધિકારીને લિફ્ટના ગેટ પાસે બીપ-બીપનો અવાજ સંભળાતા તે એલર્ટ થઈ ગયો હતો. પેસેન્જરો ફસાયેલા હશે તેવું તેને લાગતાં તે તરત જ સ્ટેશન માસ્ટરની ઓફિસે ગયો અને સ્ટેશન માસ્ટરને જાણ કરી.અંદર રહેલા મુસાફરો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. આ સમયે, ઇલેક્ટ્રિશિયન અને પોલીસ અધિકારી સ્ટેશનના પુલ પર ગયા અને લિફ્ટનો અડધો દરવાજો ચાવીથી ખોલ્યો અને લિફ્ટમાં ફસાયેલા 20 થી 22 મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા. કહેવાય છે કે લગભગ અડધો કલાક સુધી 20 થી 22 મુસાફરો લિફ્ટમાં ફસાયા હતા.