ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
રેલ્વે પ્લેટફોર્મ પર લોકો પહેલાની માફક ન આવે તે માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો. સરકારે રેલ્વે સ્ટેશનની પ્લેટફોર્મ ટીકીટના 50 રૂપિયાની કરી નાખ્યા. પરંતુ આવું કરવા જતા તેની મુંબઈ શહેરમાં કોઇ અસર દેખાતી નથી. મુંબઈ શહેરમાં જે કોઇ વ્યક્તિને રેલવે સ્ટેશન જવું હોય તે નજીકના બીજા રેલવે સ્ટેશન ની ટિકિટ ખરીદી લે છે કારણ કે તેની કિંમત માત્ર પાંચ રૂપિયા હોય છે. આ ઉપરાંત રિટર્ન ટિકિટ પણ લઈ લે છે તો પણ તેણે માત્ર દસ રૂપિયા ચૂકવવા પડે છે. બીજી તરફ પ્લેટફોર્મ ટિકિટ માત્ર બે કલાક માટે વેલીડ હોય છે જ્યારે કે રિટર્ન ટિકિટ 24 કલાક સુધી ચાલે છે. આ પરિસ્થિતિમાં લોકો પ્લેટફોર્મ ટિકિટ છોડીને જે રેલવે સ્ટેશન પરથી જવાનું હોય તેના પછીના પ્લેટફોર્મની રિટર્ન ટિકિટ લઈ લે છે અને કલાકો સુધી રેલવે સ્ટેશન પર બેઠેલા રહે છે.