News Continuous Bureau | Mumbai
PM Modi on Mumbai Visit : આ વર્ષે ભારતમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)નું 141મું સત્ર યોજાયું છે. આ સંમેલન વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવા, રમતગમતના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવા અને ઓલિમ્પિક આદર્શોને આગળ વધારવા માટે યોજવામાં આવી રહ્યું છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી (PM Narendra Modi) કરશે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રમુખ થોમસ બાચ અને આઈઓસીના અન્ય સભ્યો, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન, ભારતીય ખેલ મહાસંઘ, ભારતીય રમતગમતની મહત્વની હસ્તીઓ અને અન્ય કેટલાક પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
ભારત લગભગ 40 વર્ષના અંતરાલ પછી બીજી વખત IOC સત્રનું આયોજન કરી રહ્યું છે. IOCનું 86મું સત્ર 1983માં નવી દિલ્હીમાં યોજાયું હતું. IOC સત્ર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ના સભ્યોની મુખ્ય બેઠક યોજાતી હોય છે. ઓલિમ્પિક રમતોના ભવિષ્યને લગતા મહત્વના નિર્ણયો IOC સત્રોમાં લેવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : Chhagan Bhujbal : મહારાષ્ટ્રના આ મોટા નેતાને મળી જાનથી મારી નાખવાની ધમકી, મરાઠી ભાષામાં મળ્યો મેસેજ… વાંચો વિગતે અહીં…
આ સંમેલન આજથી મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં શરૂ થઈ રહ્યું છે…
આ સંમેલન આજથી મુંબઈના(Mumbai) Jio વર્લ્ડ સેન્ટરમાં(Jio World Centre) શરૂ થઈ રહ્યું છે. આ સંમેલનમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્યોની એક મુખ્ય બેઠક યોજાશે. ઓલિમ્પિક ગેમ્સના ભવિષ્ય અંગેના મહત્વના નિર્ણયો IOC સંમેલનમાં લેવામાં આવે છે.
ભારતમાં આયોજિત 141મું IOC સત્ર, વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવા, રમતગમતની શ્રેષ્ઠતાની ઉજવણી કરવા અને મિત્રતા, આદર અને શ્રેષ્ઠતાના ઓલિમ્પિક આદર્શોને આગળ વધારવા માટેના રાષ્ટ્રના સમર્પણને પ્રોત્સાહન આપે છે. તે વિવિધ રમતો સાથે સંકળાયેલા દેશો અને તે રમતોનાં હિતમાં જ્ઞાનની વહેંચણીની તક પૂરી પાડે છે અને નવા ફેરફારો માટે ચર્ચાનું માધ્યમ પૂરું પાડે છે.