News Continuous Bureau | Mumbai
મુંબઈગરાઓને ટ્રાફિક જામમાંથી છુટકારો આપવા માટે, PM મોદીએ મુંબઈ મેટ્રોના ( Mumbai Metro ) બે નવા રૂટને ફ્લેગ ઑફ કર્યું છે. નવી યલો લાઇન 2A અને રેડ લાઇન 7નું હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, અને આ માર્ગો દહિસર (પૂર્વ)ને ડીએન નગર અને અંધેરી (પૂર્વ) સાથે જોડશે. નવા રૂટની લંબાઇ 35 કિલોમીટર છે. વાસ્તવમાં, વર્ષ 2015માં મુંબઈ મેટ્રો રેલના આ રૂટનો શિલાન્યાસ ( flags off ) કર્યો હતો. હવે 7 વર્ષ બાદ વડાપ્રધાને આ રૂટ પર ટ્રેનોને લીલી ઝંડી બતાવી છે. એ સમયે મંચ પર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સહિત અનેક મહાનુભાવો હાજર હતા.
આ સમાચાર પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં નવી મેટ્રો લાઈનનું કર્યું ઉદ્ઘાટન. જાણો શું છે ખાસિયત.. તથા રૂટ અને ટ્રેનનું ટાઈમ ટેબલ
જુઓ વિડીયો..
PM @narendramodi dedicates Mumbai Metro Rail Lines 2A & 7, worth around Rs 12,600 crores to the nation
The metro line 2A connecting Dahisar E and DN Nagar (yellow line) is around 18.6 Km long, while metro line 7 connecting Andheri E – Dahisar E (red line) is around 16.5 Km long pic.twitter.com/ctitxLWkIw
— PIB India (@PIB_India) January 19, 2023