News Continuous Bureau | Mumbai
નોકરીયાત વર્ગ અને ઘરથી દૂર રહેતા કર્મચારીઓ માટે બહારથી નાસ્તો લેવા સિવાય કોઈ વિકલ્પ નથી. પરંતુ હવે તમારે તેમને માટે વધારાના પૈસા ચૂકવવા પડશે. સામાન્ય લોકો માટે નાસ્તો હવે મોંઘો થઈ ગયો છે. પૌવા ના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 200 થી 300 રૂપિયાનો વધારો થયો છે. તેમાં હાલમાં કાચા માલની અછત અને ઉત્પાદન ખર્ચમાં વધારો જોવા મળી રહ્યો છે. જેથી નાસ્તાના વિક્રેતાઓએ પૌવાના દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
દરો કેટલા વધ્યા?
છેલ્લા બે-ત્રણ દિવસમાં પૌવામાં 5 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે, જ્યારે મગફળીના ભાવમાં 20 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે અને જીરામાં પણ વધારો થયો છે. આમ એકંદરે, જો તમે સવારના નાસ્તામાં ગરમાગરમ પૌવા ખાવા પહેલા વિચાર કરવો પડશે.
ભાવ વધારાનું સત્ર ચાલુ છે
છેલ્લા વર્ષથી જીવનજરૂરી ચીજવસ્તુઓ અને અનાજના ભાવમાં ભાવવધારો ચાલુ છે. ગયા વર્ષે શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા હતા. જો કે, હાલમાં તેલની કિંમતો ઘટી રહી છે.
આ સમાચાર પણ વાંચો: આનંદો, મહારાષ્ટ્રના ફાળે વધુ બે વંદે ભારત આવી. PM નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્ર માટે 2 વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપે તેવી શક્યતા છે