ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 જુલાઈ 2021
શુક્રવાર
મુંબઈમાં બોગસ વેક્સિનેશન પ્રકરણમાં કાંદિવલીના ચારકોપ વિસ્તારની શિવમ્ હૉસ્પટલની મહત્ત્વની ભૂમિકા જણાઈ આવી છે. આ હૉસ્પિટલના માલિકનો એમાં સહભાગ હોવાનું જણાઈ આવ્યુ છે. એથી મુંબઈ પોલીસે મુંબઈ મહાનગરપાલિકાને આ હૉસ્પિટલનું લાઇસન્સ રદ કરવાની માગણી કરી છે.
શિવમ્ હૉસ્પિટલમાં કોવિશીલ્ડની ખાલી બાટલીઓમાં સલાઇનનું પાણી ભરીને વેક્સિનેશનના ઠેકાણે વાપરવામાં આવતું હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. એથી આ હૉસ્પિટલને સીલ કરવાની માગણી પોલીસ તરફથી પાલિકાને કરવામાં આવી છે.
બોગસ વેક્સિનેશન પ્રકરણમાં અત્યાર સુધી અલગ અલગ સ્થળે 11 ગુના દાખલ થયા છે, તો 13ની ધરપકડ કરવામાં આવી છે. એમાં શિવમ્ હૉસ્પિટલના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરેલા લોકોમાં ડૉ. મનીષ ત્રિપાઠીનો સમાવેશ થાય છે. તેણે બોગસ વેક્સિનેશનમાં મુખ્ય સૂત્રધાર શિવમ્ હૉસ્પિટલનો માલિક હોવાનું કહ્યું હતું.
નકલી વેક્સિનેશન મામલે 11મી FIR થઈ; જાણો ઇન્વેસ્ટિગેશન અપડેટ્સ
પોલીસની તપાસમાં આ લોકોએ મુંબઈ અને થાણેમાં 25 મેથી 6 જૂન દરમિયાન વેક્સિનેશન કૅમ્પ યોજ્યા હતા. વેક્સિનના નામે લોકોને સલાઇન વૉટર આપ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.