Site icon

સાયરસ મિસ્ત્રી અકસ્માત કેસ: સાયરસ મિસ્ત્રીના કાર અકસ્માત માટે જવાબદાર કોણ? પોલીસે કોર્ટમાં દાખલ કરી 152 પાનાની ચાર્જશીટ.

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના કાર અકસ્માતમાં મૃત્યુ ના સંદર્ભમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે બુધવારે 4 જાન્યુઆરી એ પાલઘર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ચાર્જશીટ 152 પાનાની છે.

Police file chargesheet in Cyrus Mistry car crash case in Palghar court

સાયરસ મિસ્ત્રી અકસ્માત કેસ: સાયરસ મિસ્ત્રીના કાર અકસ્માત માટે જવાબદાર કોણ? પોલીસે કોર્ટમાં દાખલ કરી 152 પાનાની ચાર્જશીટ.

News Continuous Bureau | Mumbai

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના કાર અકસ્માતમાં ( Cyrus Mistry car crash case )  મૃત્યુ ના સંદર્ભમાં ( Police  ) પોલીસે કોર્ટમાં ( Palghar court ) ચાર્જશીટ ( chargesheet  ) દાખલ કરી છે. પોલીસે બુધવારે 4 જાન્યુઆરી એ પાલઘર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ચાર્જશીટ 152 પાનાની છે. આ ચાર્જશીટમાં પોલીસે અકસ્માત માટે બેદરકારી અને ઓવરસ્પીડને મુખ્ય મુદ્દાઓ ગણાવ્યા છે. તેમ જ ચાર્જશીટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કાર ચલાવનાર ગાયનેકોલોજિસ્ટ ડૉ. અનાહિતા પંડોલે માત્ર શોલ્ડર સીટ બેલ્ટ પહેર્યો હતો. તેણે પેલ્વિક સીટ બેલ્ટ (બેલ્ટની નીચેનો ભાગ) પણ પહેર્યો ન હતો.

Join Our WhatsApp Community

ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અનાહિતા હજુ પણ તેની ઈજાઓમાંથી સ્વસ્થ થઈ રહી છે. આ ઘટના બાદ પાલઘર પોલીસે નવેમ્બરમાં ડૉક્ટર અનાહિતા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તેમની સામે IPC કલમ 304 (A), 279, 337 અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જો આ મામલાઓમાં દોષી સાબિત થાય તો તેને બે વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : બેંક ખાનગીકરણ અંગે આવ્યા મોટા સમાચાર! દેશની આ બેંકોનું નહીં થાય ખાનગીકરણ, સરકારે બહાર પાડી નવી યાદી.. જુઓ લિસ્ટ અહીં..

મહત્વનું છે કે સાયરસ મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલે 4 સપ્ટેમ્બરના રોજ પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૂર્યા નદીના ઓવરબ્રિજ પાસે કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. મિસ્ત્રી મર્સિડીઝ બેન્ઝ GLC 220 D 4MATIC માં મુસાફરી કરી રહ્યા હતા. મુંબઈની ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે આ કાર ચલાવી રહી હતી. તેની બાજુમાં તેનો પતિ ડેરિયસ પંડોલે બેઠા હતા.

Digital arrest scam: મુંબઈમાં ‘ડિજિટલ એરેસ્ટ’ સ્કેમ: મુલુંડના ૭૨ વર્ષીય વૃદ્ધા સાથે ₹૩૨ લાખની છેતરપિંડી
Kalachowki Police: ૨૫ વર્ષથી ફરાર આરોપી આખરે સતારામાંથી ઝડપાયો: કાળાચોકી પોલીસની મોટી સફળતા
Donald Trump: ટ્રમ્પ અને મસ્ક વચ્ચેની કડવાશ દૂર? વ્હાઇટ હાઉસના ડિનર બાદ ટેસ્લાના માલિકે કેમ કહ્યું ‘Thank You’?
Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
Exit mobile version