ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 નવેમ્બર, 2021
ગુરુવાર
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પોલીસે નકલી નોટો છાપવાની ફેક્ટરી પર છાપે મારી કરી છે. બે હજાર રૂપિયાની નકલી નોટ છાપવાની ફેક્ટરી પર દરોડા પાડીને મોટી સંખ્યામાં નકલી નોટો જપ્ત કરી છે. પોલીસને સ્થળ પરથી 1 લાખ 60 હજાર રૂપિયાની નકલી નોટો મળી આવી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મળેલી માહિતી મુજબ મુંબઈ પોલીસના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (CIU)એ દક્ષિણ મુંબઇના પાયધુની વિસ્તારમાં કાર્યરત ભારતીય નોટ છાપવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં 47 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે મીડિયાને જણાવ્યું કે ફેક્ટરીમાંથી રૂ. 1,60,000ની નકલી નોટો અને રૂ. 2,000ની 53 નકલી નોટો મળી આવી છે.
અબ આયા ઊંટ પહાડ કે નીચે! પરમબીર સિંહ તપાસ માટે પહોંચ્યા મુંબઈ, ન્યાયતંત્રને લઈ કહી આ વાત
ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ શબ્બીર હસન કુરેશી તરીકે થઈ છે. શબ્બીરના ઘરેથી નકલી નોટો બનાવવા માટે જરૂરી કમ્પ્યુટર પ્રિન્ટર અને અન્ય સામગ્રી પણ મળી આવી છે. પોલીસે મીડિયાને જણાવ્યું કે આરોપી છેલ્લા ઘણા દિવસોથી પોતાના ઘરે નોટો છાપતો હતો. તેણે આ નોટોને મુંબઈના અલગ-અલગ માર્કેટમાં વહેંચી દીધી હતી. હાલમાં મુંબઈ પોલીસ શબ્બીરની પૂછપરછ કરી રહી છે અને નકલી ચલણના રેકેટમાં સામેલ અન્ય લોકોની વિગતો એકત્રિત કરી રહી છે.