હદ થઈ ગઈ- કોઈ ગામડા કરતા પણ મુંબઈના આરે કોલોનીના રસ્તાની હાલત ભયાનક- રસ્તા પર પ્રતિ એક કિલોમીટરમાં 74 ખાડા- જુઓ ફોટોસ

News Continuous Bureau | Mumbai

એક તરફ મહારાષ્ટ્ર સરકાર(Government of Maharashtra) મુંબઈ સહિત મહારાષ્ટ્રના રસ્તા દુનિયાના સર્વશ્રેષ્ઠ બનાવવાની જાહેરાત કરે છે. તે માટે કરોડો રૂપિયાની જોગવાઈની જાહેરાત કરે છે. તો મુંબઈ મહાનગરપાલિકા(BMC) પણ રસ્તા પર ખાડા તરત પૂરી દેવામા આવતા હોવાનો દાવો કરી રહી છે. ત્યારે મુંબઈનો એકદમ લીલોતરી (Greenery) હરિયાળો અને ઘટાદાર વિસ્તાર ગણાતા આરે કોલોનીમાં(Aarey Colony) રસ્તાની હાલત કોઈ ગામડાના રસ્તા કરતા પણ દયનીય હાલતમાં છે. સ્થાનિક રહેવાસીઓની સાથે જ આ રસ્તાનો રોજબરોજમાં ઉપયોગ કરનારાઓને આ ખાડાઓએ(Potholes ) નાકેદમ લાવી દીધો છે.

દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈના રસ્તાની હાલત જોઈને કોઈને પણ શરમ આવી જાય એવી છે. કરોડો રૂપિયા ખર્ચયા બાદ અને સરકારની મોટી મોટી જાહેરાત બાદ પણ મુંબઈના રસ્તાની(Mumbai road) હાલત દયનીય છે.

આ સમાચાર પણ વાંચો : જીવદયા પ્રેમીઓ નારાજ-મુંબઈના આ વિસ્તારમાં આવેલા કબુતરખાના પર BMCનો હથોડો

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ આરે કોલોનીના 4.7 કિલોમીટરના રસ્તાના પટ્ટામાં 349 જેટલા ખાડાઓ છે. તે મુજબ જોઈએ તો પ્રતિ કિલોમીટરે રસ્તા પર 74 ખાડા પડેલા છે. રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાહનચાલકો(Motorists) તો ઠીક સામાન્ય રાહદારીએ પણ આ રસ્તા પરથી કેવી રીતે ચાલવું એ સવાલ છે.

વેસ્ટર્ન એક્સપ્રેસથી(Western Express) દર આરે કોલોનીમાં પ્રવેશ કરવાની સાથે જ રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ નજર પડે છે. ત્યારે પાલિકાના દાવા મુજબ આરે કોલોનીની અંદરનો રોડ આરે પ્રશાસન હેઠળ આવે છે. જયારે ગોરેગામથી(Goregaon) પવઈ વચ્ચેના રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે. રસ્તા પરના ખાડા પૂરવાની જવાબદારી કોન્ટ્રેક્ટરની છે. સતત વરસાદ પડી રહ્યો હોવાથી ખાડા પડવાનું ચાલુ જ છે. તેથી આ રસ્તાને સિમેન્ટ કોંક્રીટ(Cement concrete) બનાવવાની યોજના છે.
 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *