Site icon

સરકારનો વધુ એક ઉપહાર- મુંબઈની એસી લોકલના ભાડા હજુ ઘટશે

News Continuous Bureau | Mumbai

મુંબઈકરોને ટૂંક સમયમાં રેલવે(Railway) તરફથી મોટી ભેટ મળે તેવી શક્યતા છે. બહુ જલદી એસી ટ્રેનના(AC Train) ભાડામાં હજી ઘટાડો થવાની ભારોભાર શક્યતા છે.

Join Our WhatsApp Community

એસી લોકલના(AC Local) ઉંચા ભાડાને પગલે ઓછો પ્રતિસાદ જોઈને સરકારે મે 2022માં એસી લોકલની ટિકિટના(AC local tickets) ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ એસી લોકલના મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેથી હવે એસી ટ્રેનોની સર્વિસ(AC Trains Service) વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ દરમિયાન રેલવે બોર્ડે(Railway Board) મુંબઈમાં એસી લોકલનું વન વે ભાડું ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રેલવે બોર્ડે કહ્યું છે કે  એસી લોકલના દરો મુંબઈમાં દોડતી મેટ્રો ટ્રેનના(Metro train) ભાડાના દરના આધારે નક્કી કરવા જોઈએ.

એસી લોકલનું ભાડું ઘટાડીને એસી લોકલની ફ્રીક્વન્સી(AC local frequency) પણ વધારવી પડશે. વર્તમાન મર્યાદિત સંખ્યામાં એસી ટ્રેનોને કારણે, ઘણા લોકો માસિક પાસનો લાભ લઈ રહ્યાં નથી, તેથી વધારાની ટ્રિપ્સનું આયોજન કરવાની રેલવેની યોજના છે.

આ સમાચાર પણ વાંચો : જાણો પોસ્ટલ વિભાગની એવી યોજના વિશે જેમાં બાથરૂમમાં લપસીને પડી ગયા કે સર્પ દંશ થયો અથવા રસ્તા પર એક્સિડન્ટ થયો તો સારવાર માટે મળશે લાખો રૂપિયા- પ્રીમિયમ એક વર્ષનું 400 રૂપિયા

જો રેલવે બોર્ડની દરખાસ્ત મંજુર થાય છે, તો મુંબઈગરાને એસીમાં મુસાફરી કરવા માટે રૂ. 10 થી રૂ. 80ની વચ્ચે પૈસા ચૂકવવા પડશે.  એટલે કે ટિકિટના ભાવમાં મોટો ઘટાડો થશે. હાલમાં મુસાફરોને 65 રૂપિયાથી લઈને 220 રૂપિયા સુધીનું ભાડું ચૂકવવું પડે છે. મુંબઈ રેલવે વિકાસ નિગમ(Mumbai Railway Development Corporation) ટૂંક સમયમાં 238 એસી ટ્રેનો માટે ટેન્ડર આમંત્રિત કરવાની હોવાનું કહેવાય છે.

વર્તમાન ટિકિટ કિંમતો

દાદરથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (8.85 કિમી ) 35 રૂ

ભાયખલાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (0.04 કિમી)- 35 રૂ

ઘાટકોપરથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (19.30  કિમી) – રૂ.70

કુર્લાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (15.39 કિ.મી.) – રૂ.70

દીવાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (42.46 કિમી) –100 રૂ

થાણેથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (33.02કિમી) – 95 રૂ

મુલુંડથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (30.56 કિ.મી) – 95 રૂ

કલ્યાણથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (53.21 કિમી) – 105 રૂ

ડોંબીવલીથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (48.06 કિમી) – 105 રૂ
 

 

Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Mumbai police bravery: પોલીસ જવાનની બહાદુરી: ચાકુ હુમલામાં ઘેરાયેલી યુવતીનો બચાવ, તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ
Devendra Fadnavis: ફડણવીસના ‘એક નિવેદન’થી ખળભળાટ: મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે અને અજિત જૂથ હવે કયો રસ્તો અપનાવશે?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Exit mobile version