ભારે વરસાદને કારણે મુંબઈમાં અનેક જગ્યાએ ભરાયાં પાણી; રેલવેએ જાહેર કર્યું આ એલર્ટ, જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 જૂન ૨૦૨૧

બુધવાર

વરસાદના આગમન સાથે જ મુંબઈમાં દર વર્ષની જેમ ઠેર-ઠેર પાણી ભરાયાં છે. રેલવેનો પણ વ્યવહાર ખોરવાતાં હવે મુંબઈગરાની હાલાકીનો પાર નથી. ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યાં છે. મધ્ય રેલવેના સાયન રેલવે સ્ટેશન પર ટ્રેક પર પાણી આવી ગયાં છે. એને પગલે રેલવેએ રિલીફ ટ્રેનો અને કર્મચારીઓને એલર્ટ પર રહેવાની તાકીદ કરી છે

ભારે વરસાદમાં પણ લોકલ ટ્રેન સેવાઓને ઓછામાં ઓછી અસર થાય એ બદલ આ એલર્ટ રેલવે દ્વારા જાહેર કરાયું છે. ઉપરાંત, આજે ભારે વરસાદ સાથે દરિયામાં હાઈટાઇડ આવવાની પણ માહિતી મળી છે. એને કારણે દરિયાની આસપાસ કોઈને પણ જવાની મંજૂરી નથી.

ભારે વરસાદ અને ટ્રેક પર પાણી થી કંટાળેલા મુંબઈની લોકલ રેલવેના મોટરમેન એ પોતે વિડીયો લીધો. જુઓ વિડિયો

ઉલ્લેખનીય છે કે દર વર્ષે મુંબઈમાં ચોમાસું10 જૂન બાદ જ પધરામણી કરે છે, પરંતુ આ વર્ષે સમયથી પહેલાં ચોમાસાના આગમનથી મુંબઈગરા માટે તકલીફ ઊભી થઈ છે. જોકેઆ બાબતે હવામાન વિભાગે પહેલાં જ આગાહી કરી હતી અને 9 જૂનથી ૧૨ જૂન કોંકણના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવી હતી.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment