ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર 2021
શનિવાર.
બહુ જલદી વેસ્ટર્ન રેલવેના વધુ એક સ્ટેશન પર ટર્મિનસ બનાવવામાં આવવાનું છે. વેસ્ટર્ન રેલવેએ જોગેશ્વરી માં ટર્મિનલ બનાવવા માટેનો પ્રોજેક્ટ રેલવે મંત્રાલયને મોકલ્યો છે. અહીંથી તેજસ અને ખાનગી ઓપરેટરોની ટ્રેન દોડાવવાનો વિચાર છે.
હાલ વેસ્ટર્ન રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ, દાદર અને બાંદરા ટર્મિનસ પરથી ટ્રેન દોડાવવામાં આવે છે. પરંતુ આ ટર્મિનસ ઓછો પડી રહ્યા હોવાનું વેસ્ટર્ન રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. લગભગ 70 કરોડ રૂપિયાના ખર્ચે જોગેશ્વરી સ્ટેશનનુ ટર્મિનસમાં રૂપાંતર કરવામાં ખર્ચો થવાનો છે. હાલ અહીં ગુડસ્ શેડ્સ છે, જ્યાંથી ફ્રેઈટ ટ્રાફિક એટલે સિમિન્ટ સહિત ફૂડ ગ્રેન એટલે કે અનાજ વગેરેનું ટ્રાન્સપોર્ટેશન થાય છે.
જોગેશ્વરી મા નવા ટર્મિનસ પરથી તેજસ જેવી કે જે લોકલ ટ્રેનની માફક બંને છેડાથી દોડી શકે તેવી ટ્રેન દોડાવાની યોજના છે. આ ટર્મિનલ રામ મંદિર અને જોગેશ્વરી સર્બબ સ્ટેશન વચ્ચે બનાવવામાં આવશે. તેમ જ ઈસ્ટ તરફ આ ટર્મિનસ બાંધવામાં આવશે.