Site icon

શું તમને ખબર છે મુંબઈ શહેરની રેલિંગ અને રોડ ડીવાઇડર કઈ રીતે ગાયબ થઈ રહ્યા છે? કેમેરામાં કેદ થયા ચોરીના વિડીયો.

મુંબઈ મહાનગરપાલિકા મુંબઈ શહેરને સુશોભિત કરવા માટે અબજો રૂપિયાનો ખર્ચો કરે છે પરંતુ અનેક વસ્તુઓ લોકોની નજર સામેથી ચોરી કરવામાં આવે છે.  આવો જ એક વિડીયો કેમેરામાં કેદ થઈ ગયો.

Rallying Thieves of Mumbai, viral video

શું તમને ખબર છે મુંબઈ શહેરની રેલિંગ અને રોડ ડીવાઇડર કઈ રીતે ગાયબ થઈ રહ્યા છે? કેમેરામાં કેદ થયા ચોરીના વિડીયો.

News Continuous Bureau | Mumbai

 મુંબઈ શહેરમાં રોડ ડીવાઇડર તેમજ રસ્તાના કિનારે લોખંડની રેલિંગ લગાડવામાં આવે છે. આ રેલિંગ લગાડવા પાછળનું કારણ એ છે કે લોકોની સુરક્ષા જળવાઈ રહે. પરંતુ મુંબઈ શહેરમાં ચોરો ની ગેંગ સક્રિય છે જે આવી રેલીંગ ને તોડી નાખે છે અને ભંગારમાં વેચી દે છે. આવો એક વીડિયો વાયરલ થયો છે.

Join Our WhatsApp Community

 મુંબઈ શહેર ની રેલિંગ ની ચોરી કઈ રીતે થાય છે?

 મુંબઈ શહેરમાં રેલિંગ ની ચોરી કઈ રીતે થાય છે તે આ વીડિયોમાં સ્પષ્ટ પણે દેખાય છે. ચોરો એકલતાનો ફાયદો ઉચકીને પથ્થર અથવા પેવર બ્લોક થી રેલિંગ ને ફટકારે છે અને ત્યારબાદ જેવો લોખંડ નો ટુકડો તૂટી જાય કે તે ઉચકી ને ચાલતી પકડે છે. 

આ સમાચાર પણ વાંચો: મુંબઈ શહેરની અંડરગ્રાઉન્ડ મેટ્રોનું ટ્રાયલ રન શરૂ થયું, જુઓ પહેલો વિડીયો.

રેલિંગ ની ચોરી ક્યાં થાય છે?

 સમગ્ર મુંબઈ શહેરમાં અલગ અલગ જગ્યાએ રેલિંગ ની ચોરી થાય છે.  લગભગ આખા મુંબઈ શહેરમાં આવી સમસ્યા છે. મુંબઈ મહાનગરપાલિકા સુશોભિત કરણ પૂરું કરે તેના બીજા દિવસથી જ આવી ચોરી શરૂ થઈ જાય છે. આ એટલી નાની ચોરી છે કે ચોરી કરનાર ને પકડવા પાછળ પોલીસનો વધુ સમય બરબાદ થાય છે. પરંતુ આ ચોરી આખા મુંબઈ શહેરમાં થતી હોવાને કારણે નુકશાનનો આંકડો કરોડો રૂપિયામાં છે.

Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Mumbai Metro 3: દક્ષિણ મુંબઈમાં મોટી બેદરકારી: બોરવેલના ડ્રિલિંગમાં મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ થઈ પંચર
Mahim Dumper Accident: માહિમમાં પાલિકાના કચરાના ડમ્પરે વૃદ્ધાને અડફેટે લીધા: ગંભીર અકસ્માતથી રહીશોમાં ભારે રોષ, ડ્રાઈવરની બેદરકારી આવી સામે
ONGC Theft Gang: મુંબઈના દરિયામાં ONGC પ્લેટફોર્મ પર ચોરી કરતી ગેંગ ઝડપાઈ: ₹૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત, માછીમારીના બહાને કરતા હતા લૂંટ
Exit mobile version