News Continuous Bureau | Mumbai
Ram Mandir Inauguration: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેશમાં દિવાળી જેવો માહોલ છે. ત્યારે મોટાભાગના જાહેર સ્થળો, ધાર્મિક સ્થળોને શણગારવામાં આવ્યા છે. આ જ ક્રમમાં મુંબઈમાં દુકાનોથી માંડી સોસાયટીઓ રંગોળી, રોશનીથી સજાવીને રામલલ્લાને આવકારવામાં તૈયાર થઈ છે. દરેક જગ્યાએ આકર્ષક ઈલેક્ટ્રીક લાઈટીંગ કરવામાં આવી છે.
જુઓ વિડીયો
#WATCH | Mumbai: Bandra-Worli sea link lit up ahead of Pran Pratishtha ceremony of Ayodhya's Ram Temple. (20.01) pic.twitter.com/EdcjBlX362
— ANI (@ANI) January 20, 2024
લેસર લાઇટ દ્વારા ભગવાન શ્રી રામનું ચિત્ર
દરમિયાન મુંબઈના વરલી સી-લિંકના કેબલ પર લેસર લાઇટ દ્વારા ભગવાન શ્રી રામનું ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે જે અદભૂત છે. આ 5.6 કિલોમીટર લાંબો પુલ બાંદ્રાથી વરલી સુધીની એક કલાકની મુસાફરી 10 મિનિટમાં પૂર્ણ કરે છે. લોકો બ્રિજ પર સેલ્ફી લેવા ઉમટી રહ્યા છે. બ્રિજ પર લેસર લાઇટ દ્વારા ‘જય શ્રી રામ’ સૂત્ર લખવામાં આવ્યું છે. આ અદ્ભુત નજારો જોવા લોકો મોટી સંખ્યામાં ત્યાંથી પસાર થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir : 500 વર્ષની પ્રતિક્ષાનો આજે અંત, અયોધ્યા પધારશે પ્રભુ શ્રી રામ.. શહેરને હજારો કિલો ફૂલોથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું.. જુઓ વિડીયો
મહત્વનું છે કે બાંદ્રા-વરલી સી લિંક કેબલ પર ટકી છે. તેને બનાવવા માટે વપરાતા કેબલ 900 ટનનો ભાર સહન કરી શકે છે.