ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર
મોટા ભાગની બિલ્ડિંગના રીડેવલપમેન્ટનાં કામ સોસાયટીના સભ્યો વચ્ચે મતભેદ થવાને કારણે અટવાઈ પડતાં હોય છે, ત્યારે તાજેતરમાં બૉમ્બે હાઈ કોર્ટે રીડેવલપમેન્ટ પ્રોજેકટને લઈને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. એ મુજબ રીડેવલપમેન્ટનાં કામમાં સોસાયટીના સભ્યોનો બહુમતીએ લેવાયેલો નિર્ણય સર્વોપરી રહેશે. સોસાયટીના સભ્યો વચ્ચે રીડેવલપમેન્ટને લઈને મતભેદ હોય તો પણ અમુક સભ્યો સોસાયટીથી જુદો દાવો કરી શકે નહીં. સોસાયટીનો દરેક સભ્ય બહુમતીએ લેવાયેલા નિર્ણયને માન્ય રાખવા બાધિત છે.
બોરીવલીમાં ફેરિયાઓની દાદાગીરી, મુંબઈ મનપા લાચાર? ફૂટપાથ પર ફેરિયાઓનો ગેરકાયદે કબજો; જાણો વિગત
ગોરેગામ (વેસ્ટ)ના બાંગુરનગરની ગણપતિ નિવાસ સોસાયટીના રીડેવલપમેન્ટને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. એમાં 24 ઑગસ્ટના હાઈ કોર્ટે રીડેવલપમેન્ટ સંબંધી 2018ના સોસાયટીના મેજોરિટી સભ્યોના સંમતિપત્રકને માન્ય રાખતો ચુકાદો આપ્યો હતો. આ બિલ્ડિંગના કુલ 91 સભ્યોમાંથી 27 સભ્યો રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં અસહમત હતા. 2013માં બિલ્ડરે સોસાયટી સાથે કરાર કર્યો હતો.