ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જુલાઈ, 2021
શનિવાર
વરલી, શિવડી અને નાયગાવમાં આવેલી બીડીડી ચાલીઓનું રીડેવલપમેન્ટ કરવામાં આવવાનું છે. એશિયાનો અત્યાર સુધીનો આ સૌથી મોટો રીડેવલપમેન્ટનો આ પ્રોજેક્ટ બની રહશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. 27 જુલાઈના મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના હસ્તે એનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે.
મુંબઈના મધ્ય વિસ્તારની ઓળખ સમાન બની ગયેલી વરલી, એન. એમ. જોશી માર્ગ, શિવડી અને નાયગાંવમાં આવેલી સરકારની 34.05 હેક્ટર જગ્યા પર 195 ચાલીઓ છે. દરેક ચાલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળાની છે. પ્રત્યેકમાં 80 રહેવાસી છે. આ ચાલીનો પુનર્વિકાસ કરીને ચાલીના પાત્રતા ધરાવતા રહેવાસીઓને 500 ચોરસ ફૂટ કાર્પેટ ક્ષેત્રફળનું ઘર મફતમાં મળવાનું છે. આ ઘર તેમની માલિકીનાં હશે. તેમ જ ત્યાં રહેલી ઝૂંપડપટ્ટીધારકોને પણ નિયમ મુજબ 269 ચોરસફૂટ ક્ષેત્રફળનાં ઘર મળશે.
બીડીડી ચાલી પુનર્વિકાસ યોજના હેઠળ સરકારની જમીન પર 15,593 પાત્રતા ધરાવતા લોકોને ઘર આપવામાં આવશે. એ સિવાય 8,120 ઘર વેચવા માટે બનાવવામાં આવશે.