ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
CSMT સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલ 'રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ'ની સફળતા બાદ હવે તેને મધ્ય રેલવેના અન્ય સ્ટેશનો પર પણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ, કલ્યાણ, નેરુલ, ઈગતપુરી, લોનાવલા, નાગપુર, આકુર્લી સહિત અન્ય છ સ્ટેશનો પર આ રેસ્ટોરન્ટ ખોલવામાં આવશે.
આ યોજનાના ભાગરૂપે નાગપુરમાં આવા રેસ્ટોરન્ટ કોચ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ શિવાજી સુતારના જણાવ્યા અનુસાર આ માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે સેન્ટ્રલ રેલ્વે વધુ નોન-ફેર રેવન્યુ જનરેટ કરવા માટે મુંબઈ ડિવિઝનના 5 સ્ટેશનો સહિત સમગ્ર મહારાષ્ટ્રના 11 સ્ટેશનો પર આ યોજના શરૂ કરવા જઈ રહી છે.
