Site icon

સાવધાન!! આ શહેરમાં દર્દીઓમાં ઓમીક્રોનનો 100 ટકા ચેપ, પ્રશાસનની ચિંતામાં વધારો… જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,  

મુંબઈ, 04 માર્ચ, 2022,  

Join Our WhatsApp Community

શુક્રવાર, 

મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર એ કોરોનાના વેરિયન્ટ ઓમીક્રોનની હતી એ મુંબઈમાં 100 ટકા ઓમીક્રોનના દર્દીઓ મળી આવ્યા બાદ વાત સાચી પુરવાર થઈ છે. મુંબઈ મહાનગરપાલિકાએ હાલમાં જ કરેલા જીનોમ સિક્વેન્સિંગના 10મા સર્વેનો અહેવાલ ગુરુવારે આવ્યો હતો, તેમાં આ બાબતનો ખુલાસો થયો છે.

દસમા જીનોમ સિક્વેન્સિંગના અભ્યાસ માટે 376 નમૂના લેવામાં આવ્યા હતા. તેમાંથી મુંબઈના 237 નમૂના હતા. આ તમામ 237 સેમ્પલમાં તેઓને ઓમીક્રોનનો ચેપ લાગ્યો હોવાનું જીનોમ સિક્વેન્સિંગના અહેવાલમાં જણાયું છે.  મુંબઈ બહારના નમૂનાની સંખ્યા 139 હતી.
મુંબઈમાં 237 દર્દીમાથી 21થી 40 વર્ષની ઉંમરના 29 ટકા દર્દી એટલે કે 69 દર્દી, 41થી 60 વર્ષના 29 ટકા દર્દી એટલે કે 69 દર્દી અને 61થી 80 વર્ષના 25 ટકા દર્દી એટલે કે 59 દર્દીઓને ઓમીક્રોનનો ચેપ લાગ્યો હતો. તો 13થી 18 વર્ષના 12 દર્દી, છથી 12 વર્ષના 9 દર્દી અને શૂન્યથી પાંચ વર્ષના ચાર દર્દી ઓમીક્રોનના હતા.

બેદરકારી દાખવવી ભારે પડશે. મહારાષ્ટ્ર્ના આ શહેરમાં એક જ દિવસમાં ઓમીક્રોનના આટલા કેસ નોંધાયા; જાણો વિગત

જીનોમ સિક્વેન્સિંગના અહેવાલ મુજબ કોરોના થયેલા દર્દીઓમાં કોઈ પણ ગંભીર લક્ષણો નહોતા. 237માંથી ફક્ત છ દર્દીઓને કોરાના પ્રતિબંધક વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.

કોરોના પ્રતિબંધક વેક્સિન લેનારા 128 દર્દીમાંથી ફક્ત 8 દર્દીને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેમાંથી ફક્ત એક્ને આઈસીયુમાં દાખલ કરવામા આવ્યો હતો. તો એકને ઓક્સિજન આપવો પડ્યો હતો.

કુલ 103 દર્દીઓ કોરોના પ્રતિબંધક વેક્સિનનો એક પણ ડોઝ લીધો નહોતો, તેમાથી 18 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. બે દર્દીને આઈસીયુમાં દાખલ કરવા પડયા હતા.

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version