Site icon

Rich Beggar: મુંબઈમાં આ ભિખારી પાસે છે બે ફ્લેટ, દુકાનોમાં રોકાણ.. જાણો દુનિયાનો સૌથી ધનિક ભિખારી દરરોજ કેટલી કમાણી કરે છે?

Rich Beggar: આ ભિખારીને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે તે શિક્ષણ મેળવી શક્યો નહીં. આમ છતાં તે પરિણીત છે. તેને બે પુત્રો પણ છે. તેમજ તેના પ્રયાસોથી આજે તેના બંને પુત્રો પોતાનું શિક્ષણ પૂર્ણ કરી રહ્યાં છે.

Rich Beggar This beggar has two flats in Mumbai, investment in shops.. Know how much the world's richest beggar earns every day

Rich Beggar This beggar has two flats in Mumbai, investment in shops.. Know how much the world's richest beggar earns every day

  News Continuous Bureau | Mumbai

Rich Beggar: ‘ભિખારી’ શબ્દ આવતાની સાથે જ મનમાં એક ચિત્ર બની જાય છે. ફાટેલા કપડા, દયનીય જીવન, રહેવા માટે ઘર નહીં, ખાવા માટે યોગ્ય ભોજન નહીં. એટલે કે, આ શબ્દ એવા લોકો સાથે સંકળાયેલો છે જેઓ અત્યંત ગરીબીમાં જીવે છે. તેમના જીવનમાં મૂળભૂત જરૂરિયાતોનો ભારે અભાવ હોય છે. જો કે, જાણીને નવાઈ લાગશે કે કેટલાક લોકો એવા પણ છે. જેઓ ભીખ માંગવાને એક આકર્ષક વ્યવસાયમાં ફેરવી નાખ્યો છે. મિડીયા રિપોર્ટ અનુસાર, મુંબઈના ( Mumbai ) રહેવાસી ભરત જૈનનો પણ આમાં સમાવેશ થાય છે. તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી ધનિક ભિખારીઓમાંનો ( Beggar ) એક છે.

Join Our WhatsApp Community

કહેવાય છે કે આ ભિખારીને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે તે શિક્ષણ મેળવી શક્યો નહીં. આમ છતાં તે પરિણીત છે. તેને બે પુત્રો પણ છે. તેમજ તેના પ્રયાસોથી આજે તેના બંને પુત્રો પોતાનું શિક્ષણ પૂર્ણ કરી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભિખારીની કુલ સંપત્તિ 7.5 કરોડ રૂપિયા છે. તે ભીખ માંગીને દર મહિને 60,000 થી 75,000 રૂપિયાની કમાણી કરે છે.

 આ ભિખારી પાસે મુંબઈમાં 1.4 કરોડ રૂપિયાના બે ફ્લેટ છે…

એવું કહેવાય છે કે આ ભિખારી પાસે મુંબઈમાં 1.4 કરોડ રૂપિયાના બે ફ્લેટ ( Flats )   છે. તેણે થાણેમાં બે દુકાનોમાં રોકાણ પણ કર્યું છે. આમાંથી તેને 30,000 રૂપિયા માસિક ભાડું મળે છે. આટલી સંપત્તિ હોવા છતાં, ભરત જૈન ( Bharat Jain ) હજી પણ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ અથવા આઝાદ મેદાન જેવા સ્થળોએ ભીખ માંગતો જોઈ શકાય છે. તે પરેલમાં રહે છે. તેના બાળકો કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ સિવાય ભરત જૈનના પરિવારના અન્ય સભ્યો સ્ટેશનરી સ્ટોર પણ ચલાવે છે.

આ સમાચાર પણ વાંચો : IPL 2024: IPL પહેલા BCCIની મોટી જાહેરાત! રિષભ પંત સંપૂર્ણ રીતે ફિટ, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ શમી ઈજાના કારણે બહાર..

કેટલાક લોકો એવો પણ દાવો કરે છે કે ભરત વાસ્તવમાં ભિખારી નથી. વાસ્તવમાં, તે ભીખ માંગવાનો ઢોંગ કરીને પૈસા કમાય છે. તે તેની ઉત્તમ યાદશક્તિ માટે પણ જાણીતો છે. આ ભિખારી પાસે લોકોના નામ અને ચહેરા યાદ રાખવામાં નિપુણતા છે. તે ઘણીવાર મોંઘા કપડાં અને ઘરેણાં પહેરે છે. ભરત ઘણી ભાષાઓ પણ બોલી લે છે. જેમાં હિન્દી, મરાઠી, ગુજરાતી અને અંગ્રેજીનો સમાવેશ થાય છે. તે અનેક સામાજિક કાર્યોમાં પણ જોડાયેલા છે.

Mumbai: મુંબઈના આ વિસ્તાર માં ફાટી નીકળી ભીષણ આગ, અનેક દુકાનો બળીને ખાખ, ભયાનક વીડિયો આવ્યો સામે
Mumbai: રૂપિયા માટે ખૂની ખેલ: લારી ચાલક હત્યાના ગુનામાં તેના ત્રણ મિત્રોની મુંબઈમાં ધરપકડ
Kalyan Police: થાણે કમિશનરેટ માં DCP ની મોટી કાર્યવાહી: ગાંજાની તસ્કરીમાં સામેલ આટલા ગુનેગારો પર ‘મોકા’ (MCOCA) લાગુ
RMC plant shutdown: જનતા જીતી! સરનાઈકની પહેલથી ઘોડબંદરના પ્રદૂષણ ફેલાવતા RMC પ્લાન્ટ પર તાળાં, પ્રતિબંધનો આદેશ.
Exit mobile version