Site icon

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.

LIC કોલોનીમાં ઘરમાં પ્રવેશતા જ વૃદ્ધાને બનાવ્યા હતા શિકાર; CCTV ની મદદથી પોલીસે રિક્ષાનો પીછો કરી આરોપીઓને જેલ ભેગા કર્યા.

Rickshaw gang arrested within 24 hours for robbing 70-year-old woman in Borivali; MHB Colony Police recovers gold mangalsutra.

Rickshaw gang arrested within 24 hours for robbing 70-year-old woman in Borivali; MHB Colony Police recovers gold mangalsutra.

News Continuous Bureau | Mumbai

 બોરીવલી પશ્ચિમની એલઆઈસી કોલોનીમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધા સાથે લૂંટની ઘટના બની હતી. ગત દિવસે જ્યારે તેઓ સોસાયટીના ગેટ પાસે હતા, ત્યારે એક વ્યક્તિ એ તેમના ગળામાંથી ₹૧,૦૦,૦૦૦ ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર ઝૂંટવી લીધું હતું અને નજીકમાં તૈયાર ઉભેલી રિક્ષામાં બેસી ફરાર થઈ ગયો હતો. MHB કોલોની પોલીસે ગણતરીના કલાકોમાં તપાસ તેજ કરી દહિસર પૂર્વમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે.

Join Our WhatsApp Community

સીસીટીવી અને ટેકનિકલ તપાસે અપાવી સફળતા

ઘટનાની ગંભીરતા જોઈને પોલીસે તાત્કાલિક વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ફૂટેજમાં આરોપીઓ જે રિક્ષામાં ભાગ્યા હતા તેનો નંબર સ્પષ્ટ દેખાયો હતો. આ લીડના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ ગોઠવ્યું અને ૨૪ કલાકમાં જ આરોપીઓના ઠેકાણા શોધી કાઢ્યા. પકડાયેલા આરોપીઓમાં ૪૩ વર્ષીય મુખ્ય ચોર અને તેને ભગાડવામાં મદદ કરનાર ૩૫ વર્ષીય રિક્ષા ચાલકનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.

મુદ્દામાલ અને રિક્ષા જપ્ત

પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલું ૨૫ ગ્રામ વજનનું મંગળસૂત્ર હેમખેમ રિકવર કર્યું છે. આ ઉપરાંત, ગુનામાં વપરાયેલી રિક્ષાને પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસ તપાસમાં એવી શંકા સેવાઈ રહી છે કે આ ટોળકી મુંબઈના ઉત્તર ઉપનગરો (બોરીવલી, દહિસર, કાંદિવલી) માં અગાઉ પણ અનેક વૃદ્ધાઓને શિકાર બનાવી ચૂકી છે.

Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Gold Smuggling: મુંબઈમાં મીટ ગ્રાઇન્ડર મશીનમાંથી નીકળ્યું ₹૨.૮૯ કરોડનું સોનું: DRI એ દાણચોરીની અનોખી પદ્ધતિનો કર્યો પર્દાફાશ
Exit mobile version