બપોર બાદ આજે મુંબઈના બીકેસીના રસ્તા પરથી જવાનું ટાળજો- આ બધા રસ્તાઓ ટ્રાફિક માટે બંધ છે- જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) મહારાષ્ટ્રની મુલાકાતે(Maharashtra Visit)છે. આ દરમિયાન તેઓ મુંબઈમાં બાંદ્રા-કુર્લા- કોમ્પ્લેક્સમાં(Bandra-Kurla-Complex) (બીકેસી)માં આવેલા જીઓ વર્લ્ડ સેન્ટરમાં(jio World Center) એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે બીકેસી જતા આવતા મોટાભાગના રસ્તાના સાંજના ચાર કલાક માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે. 

બીકેસી પોલીસના(BKC Police) જણાવ્યા મુજબ જીઓ વર્લ્ડ સેન્ટરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાંજના એક કાર્યક્રમમાં હાજર રહવાના છે. તેથી તેમની સુરક્ષા અને પ્રોટોકોલ(Protocol) મુજબ બીકેસીની હદમાં આવતા અને જતા તમામ રસ્તા બંધ કરવામાં આવવાના. તેથી આ વિસ્તારમાં આવેલી ઓફિસ તથા સામાન્ય નાગરિકો તકલીફ થઈ શકે છે. 

 આ સમાચાર પણ વાંચો :  રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરવું મુંબઈગરાને ભારે પડ્યુ- 3 મહિનામાં આટલા લોકો સામે નોંધાયા કેસ- અંધેરીથી મલાડમાં સૌથી વધુ FIR નોંધાઈ

પોલીસના જણાવ્યા મુજબ લગભગ ચાર કલાક સુધી બીકેસી હદમાં આવેલા રસ્તાઓ ટ્રાફિક(Traffic) માટે સંપૂર્ણપણે બંધ રહેશે. વડા પ્રધાનનો કાર્યક્રમ પૂરો થાય નહીં ત્યાં સુધી એટલે કે સાંજના 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી આ રસ્તા પૂર્ણ રીતે બ્લોક કરવામાં આવશે. 
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment