Site icon

શોકિંગ!! મધરાતે ઔરંગાબાદથી મુંબઈ આવતી એક્સપ્રેસ ટ્રેનમાં લૂંટ, ચાકુની ધાકે લૂંટી લેવાયા પ્રવાસીઓ… જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ચાલતી ટ્રેનમાં ચાકુની ધાકે પ્રવાસી(Passengers)ઓને લૂંટી(Robbery)લેવાનો આઘાતજનક બનાવ બન્યો હતો. ઔરંગાબાદ(Aurangabad)થી મુંબઈ(Mumbai) આવતી દેવગિરી(Devagiri Express) એક્સપ્રેસ પર ગુરુવાર મધરાત(Midnight) બાદ લૂંટારુઓએ ચાકુની ધાકે મુસાફરોને લૂંટી લેવામાં આવ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ ઘટના દોલતાબાદ(Daulatabad) અને પોતુલ(Potul) વચ્ચે બની હતી.

મળેલ માહીતી મુજબ લૂંટારાઓએ સિગ્નલ પર કપડું બાંધીને ટ્રેન રોકી દીધી અને પછી ટ્રેનમાં ઘૂસીને લૂંટ ચલાવી હતી, તેને કારણે રાતના સમયમાં મુસાફરોમાં ડરનું વાતાવરણ વ્યાપી ગયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે વીસ દિવસ પહેલા પણ આ જ સ્થળે આવી જ રીતે એક ટ્રેનને રોકીને મુસાફરોને માર મારી લૂંટી લેવાયા હતા. 

પ્રાથમિક માહિતી મુજબ ઔરંગાબાદથી મુંબઈ આવી રહેલી દેવગિરી એક્સપ્રેસ રાતના દોલતાબાદ અને પોતુલ વચ્ચે પહોંચી હતી ત્યારે લૂંટારુઓએ સિગ્નલ પર કપડા બાંધીને ટ્રેનને રોકી દીધી હતી. ત્યારબાદ ચારથી પાંચ લૂંટારુઓ ટ્રેનમાં ઘુસી ગયા હતા. ટ્રેનમાં ચઢીને  મુસાફરો ચાકુ બતાવીને ધાકધમકી આપી હતી અને તેમના સોનાના દાગી(Gold Jewellery)ના અને મોબાઈલ ફોન (Mobile Phone)આંચકી લીધા હતા. આ સમયે ટ્રેન પર તોફાની તત્વો દ્વારા પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

આ સમાચાર પણ વાંચો : વાહ!! BMCની વૃક્ષ સંજીવની ઝુંબેશ રાખ્યો રંગ, મુંબઈમાં આટલા વૃક્ષો થયા કોંક્રીટ મુક્ત..જાણો વિગતે, જુઓ ફોટા.

લૂંટારુઓએ અચાનક ટ્રેન રોકીને લૂંટ ફાટ શરૂ કરી દેતા મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બહારથી પથ્થરમારાની(Stoning) શરૂઆત થતાં મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતા રેલ્વે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અંગે કેસ નોંધવામાં આવ્યો હતો. એક જ મહિનામાં બીજી ઘટના બનતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે.

Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.
Satara Drug Bust: કરાડના પાચુપતેવાડીમાં DRI ની રેડ, પોલ્ટ્રી ફાર્મમાં ચાલતી ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ; તપાસમાં ચોંકાવનારા ખુલાસા.
Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ
Navi Mumbai Crime: તુર્ભેમાં મોબાઈલ શોપમાં ચોરી કરનાર ૪ રીઢા ગુનેગારો ઝડપાયા, નવી મુંબઈ પોલીસે ૨૪ કલાકમાં લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો
Exit mobile version