Site icon

ઉતાવળ ભારે પડી- ચાલતી ગાડી પકડવાના ચક્કરમાં મહિલા ટ્રેન – પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ- પછી જે થયું એ વીડિયો જોઈને ચોંકી જશો

News Continuous Bureau | Mumbai

વારંવારની ચેતવણી આપ્યા બાદ પણ લોકો ચાલતી ટ્રેન(Moving Train) પકડવાના ચક્કરમાં જીવ ગુમાવી દેતા હોય છે. તાજેતરમાં સેન્ટ્રલ રેલવેના(of Central Railway) લોકમાન્ય ટિળક ટર્મિનસ(Lokmanya Tilak Terminus) પર બહારગામની ચાલતી ટ્રેન(suburban train) પકડવાના ચક્કરમાં મહિલા સંતુલન ખોઈ બેઠી હતી, અને તે નીચે પડી ગઈ હતી. સદનસીબે RPFની મહિલા કોન્સ્ટેબલે (Women Constable of RPF) તેને ખેંચીને પકડી લેતા તે પ્લેટફોર્મ(Railway Platform) નીચે જતા બચી ગઈ હતી.

Join Our WhatsApp Community

મુંબઈ RPFના જણાવ્યા મુજબ મંગળવાર, 13 સપ્ટેમ્બરના બપોરના બે વાગે પ્લેટફોર્મ નંબર 3 પર 11071 ડીએન કામયાની એક્સપ્રેસ (DN Kamyani Express) આવી હતી અને તેનો ટાઈમ થતા તે ચાલુ થઈ હતી. ત્યારે અચાનક એક મહિલા યાત્રી ચાલતી ટ્રેન પકડવા દોડી આવી હતી. ચાલતી ટ્રેન પકડવામાં તે સંતુલન ખોઈ બેઠી હતી અને ગાડીનો ધક્કો લાગીને નીચે પડી ગઈ હતી. જોકે એ સમયે ત્યાં હાજર રહેલી મહિલા RPF જ્યોતિ પંચબુધેએ તુરંત દોડીને મહિલાને ખેંચી લીધી હતી. અન્યથા મહિલા પ્રવાસી ટ્રેનની નીચે પ્લેટફોર્મ પર પડી જવાની શક્યતા હતી.  મહિલા પોલીસે તેને સમયસર બચાવી લીધી હતી અને અનર્થ ટળી ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : કર્ણાક બ્રિજ બાદ હવે મુંબઈનો આ સૌથી જૂનો બ્રિજ થશે ઈતિહાસ જમા- મુંબઈની ટ્રાફિક પોલીસની ચિંતા વધી

મહિલા પોલીસની મદદે અન્ય પ્રવાસીઓ પણ દોડી ગયા હતા. બાદમાં ટ્રેન રોકીને મહિલા પ્રવાસીને ટ્રેનમાં ચઢાવી દેવામાં આવી હતી. આ પૂરો બનાવ પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં(CCTV cameras) રેકોર્ડ થઈ ગયો હતો.
 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version