News Continuous Bureau | Mumbai
કલ્યાણમાં(kalyan) ચાલુ ટ્રેનમાં ચઢતા સમયે નીચે પડી ગયેલા પ્રવાસીને(Commuter) RPFના જવાને બચાવી લીધો હોવાનો બનાવ તાજો છે ત્યારે તાજેતરમાં ફરી આવો એક બનાવ ગોરેગામ સ્ટેશન(Goregaon railway station) પર બન્યો હતો. જેમાં ચાલુ ટ્રેન માંથી પ્રવાસી પ્લેટફોર્મ(Railway platform) પર પડ્યો હતો. જેને RPFના જવાને સમયસૂચકતા વાપરીને બચાવી લીધો હોવાનો વિડિયો વાયરલ થયો છે.
શાબ્બાશ!! #RPFના જવાને #ચાલુ #ટ્રેનમાંથી નીચે પડેલા #પ્રવાસીનો જીવ બચાવ્યો. જુઓ #વિડિયો #railwaystation #railwayplatform #goregoan #commuter #localtrain #RPF #watchvideo pic.twitter.com/9J4T78xuiZ
— news continuous (@NewsContinuous) April 28, 2022
વિડિયો કયારનો છે તે ચોક્કસ જાણી શકાયું નથી પરંતુ તાજેતરનો જ હોવાનો અને સાંજના પીક અવર્સના(Peak hours) સમયનો હોવાનું વિડિયો પરથી જણાઈ રહ્યું છે. વિડિયો માં જોવા મળે છે ટ્રેન પ્લેટફોર્મ આવી છે અને દરવાજા પર ઊભો રહેલો પ્રવાસી ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો કદાચ પ્રયાસ કરી રહ્યો છે અને તેનો પ્લેટફોર્મ પર પડી જાય છે અને તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે રહેલી જગ્યા માંથી નીચે ટ્રેક પર પડવાનો હોય છે, પરંતુ તે પહેલા જ ત્યાં ફરજ પર હાજર રહેલો RPFનો જવાન દોડીને તેને ખેંચીને બચાવી લેય છે.
આ સમાચાર પણ વાંચો : વાહ!! મુંબઈને મળ્યો રેલવે લાઈન નીચેથી પસાર થતો સૌથી પહેલો ફુટ અન્ડરબ્રિજ,જાણો વિગતે.જુઓ વિડિયો