News Continuous Bureau | Mumbai
આર્થિક રાજધાની મુંબઈમાં(Economic capital Mumbai) ફરી 26/11ની જેમ હચમચાવી દેવાની ધમકી મળી છે. આજે (શનિવારે) સવારે મુંબઈ ટ્રાફિક કંટ્રોલ(Mumbai Traffic Control) પર એક વોટ્સએપ મેસેજ(WhatsApp message) આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈમાં ફરીથી 26/11 જેવો હુમલો થવા જઈ રહ્યો છે. આ મેસેજમાં કેટલાક શકમંદોના ફોટા અને નંબર પણ શેર કરવામાં આવ્યા હતા.
મુંબઈ પોલીસ કમિશનર(Mumbai Police Commissioner) વિવેક ફણસાલકરે(vivek phansalkar) આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ(Press conference) કરી અને જણાવ્યું કે મધ્ય મુંબઈના વર્લીમાં(Worli) કંટ્રોલ રૂમથી સંચાલિત મુંબઈ પોલીસના વોટ્સએપ હેલ્પલાઈન નંબર(WhatsApp Helpline Number) પર શુક્રવારે રાત્રે લગભગ 11 વાગ્યે આ મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં અજમલ કસાબ (Ajmal Kasab) અને અલ જવાહર(Al Jawahar) જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ મેસેજ પાકિસ્તાનથી(Pakistan) આવ્યો છે. તેમણે કહ્યું કે આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈને ઉડાવી દેવાની તૈયારી છે, જે 26/11 હુમલાની યાદોને તાજી કરશે.
આ સમાચાર પણ વાંચો : કપૂર ખાનદાનમાં ઘરે ગૂંજી કિલકારી- આ બૉલીવુડ અભિનેત્રીએ પુત્રને આપ્યો જન્મ
આગળ કમિશનરે કહ્યું કે આ અંગે ક્રાઈમ બ્રાન્ચને(Crime Branch) સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. મુંબઈના વરલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ તેની તપાસ શરૂ કરી દીધી છે. કમિશનરે કહ્યું કે કેસની માહિતી મળ્યા બાદ અમે એટીએસ(ATS) અને અન્ય તપાસ એજન્સીઓ(Investigating agencies) સાથે તમામ ઇનપુટ શેર કર્યા છે. અમને જે નંબર અને ફોટા મળ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
વિવેક ફણસાલકરે કહ્યું કે અમે આ મેસેજને બિલકુલ હળવાશથી લીધો નથી. મુંબઈ પોલીસ આ સમગ્ર મામલાને ગંભીરતાથી જોઈ રહી છે. કમિશનરે એમ પણ જણાવ્યું હતું કે શહેરમાં તકેદારી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરિયા કાંઠે 'સાગર કવચ' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ દરિયાઈ સરહદને સુરક્ષિત રાખવા એજન્સીઓને એલર્ટ કરી દીધા છે.
આ સમાચાર પણ વાંચો : છોકરાએ છોકરીને આપી પસલી તોડ ઝપ્પી- તૂટી ગઈ છાતીની પાંસળીઓ-વાંચો અંતરંગી કિસ્સો
દરમિયાન તેમણે કહ્યું કે હું મુંબઈના લોકોને આશ્વાસન આપવા માંગુ છું કે મુંબઈ સુરક્ષિત છે અને અમે કોઈ પણ પ્રકારના હુમલા કે આતંકવાદી ગતિવિધિને મંજૂરી આપીશું નહીં. તહેવારોને કારણે અમે બે દિવસ પહેલાથી જ વ્યવસ્થા વધારી દીધી છે અને હાલ ક્રાઈમ બ્રાન્ચની ત્રણ ટીમ આ કેસની તપાસમાં લાગેલી છે.