ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
મુંબઈમાં વેક્સિનેશન ઝડપી બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા તમામ ઉપાયયોજના અમલમાં મૂકી રહી છે, એમાં પણ વધુ ને વધુ મહિલાઓને વેક્સિન મળે એ માટે પાલિકા અત્યાર સુધી બે વખત ફક્ત મહિલાઓ માટે વેક્સિનેશન ડ્રાઇવ અમલમાં મૂકી ચૂકી છે. હવે શનિવાર 9 ઑક્ટોબરના પણ ફક્ત મહિલાઓ માટે જ વેક્સિનેશન રહેશે.
હેં! ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને સસ્તા ભાવે પેટ્રોલ મળે છે. કેવી રીતે? આવો જુગાડ કરીને
શનિવારના સવારના 10.30 વાગ્યાથી સાંજના 6.30 વાગ્યા સુધી મુંબઈના તમામ 27 વૉર્ડમાં આવેલા સરકારી અને પાલિકા સંચાલિત કોવિડ સેન્ટરમાં ફક્ત મહિલાઓને વેક્સિન આપવામાં આવશે. એ માટે ઑનલાઇન ઍપોઇન્ટમેન્ટની આવશ્યકતા નહીં હોય. ઑન ધ સ્પૉટ જઈને મહિલાઓ વેક્સિન લઈ શકશે. શનિવારના પહેલો તથા બીજો એમ બંને ડોઝ આપવામાં આવશે.
શનિવારે ફક્ત મહિલાઓને વેક્સિન આપવામાં આવવાની છે. એથી શનિવારે ઑનલાઇન રજિસ્ટ્રેશન બંધ રહેશે.