ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 1 મે 2021
શનિવાર
મુંબઈ મહાનગર પાલિકાના શિક્ષણ વિભાગે એક નવો આદેશ બહાર પાડ્યો છે. નવા આ દેશમાં મુંબઈ મહાનગરપાલિકાની શાળાઓમાં કામ કરનાર શિક્ષકો ને કહેવામાં આવ્યું છે કે ઉનાળાના વેકેશન દરમિયાન તેમણે મુંબઈ શહેરની બહાર જવાનું નથી.
વાત એમ છે કે મુંબઈ શહેરમાં કોરોના ને કારણે પરિસ્થિતિ ખરાબ થઈ છે અને આવી અવસ્થામાં શક્ય છે કે કોરોના ની ડ્યુટી માટે મુંબઈ મહાનગરપાલિકા પોતાના શિક્ષકોને કોઈ જવાબદારી સોંપે. આથી રિઝર્વ સ્ટાફ તરીકે મુંબઈ મહાનગરપાલિકા પોતાના શિક્ષકોને મુંબઈ શહેરમાં જ જોવા માંગે છે. એટલે આ ઉનાળામાં મુંબઈ શહેરના કોઇ પણ શિક્ષકો શહેરની બહાર નહીં જઈ શકે.