ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. કોરોનાની અસર ઘટી ગઈ હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ બુધવાર બીજી માર્ચથી તમામ શાળાઓને સંપૂર્ણ ક્ષમતાથી શરૂ કરવાની મંજૂરી આપી છે.
બીજી માર્ચથી, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની તમામ શાળાઓ કોરોનાના પ્રતિબંધક નિયમ હેઠળ પૂર્વ-શેડ્યૂલ મુજબ ફૂલ ટાઈમ અને સંપૂર્ણ ક્ષમતા સાથે ઑફલાઇન શરૂ કરવામાં આવવાની છે. આ અંગે BMC દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
દિશા સલિયનના મૃત્યુ સંબંધિત કેસમાં ખોટા આરોપ બદલ ફસાયા આ કેન્દ્રીય મંત્રી, મુંબઈમાં અહીં FIR દાખલ
પરિપત્રમાં મહાનગરપાલિકાએ બોર્ડના તમામ માધ્યમોની તમામ શાળાઓ તેમજ વિશેષ અને વિકલાંગ વિદ્યાર્થીઓ માટેની તમામ શાળાઓ, આઉટડોર સ્પોર્ટ્સ અને શાળાની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પૂર્ણ-સમય અને પૂર્ણ ક્ષમતાથી શરૂ કરવાની મંજૂરી આપી છે. તેથી પૂર્વ-પ્રાથમિકથી 12મા ધોરણ સુધીની તમામ શાળાઓ પૂર્ણ સમય અને સંપૂર્ણ ક્ષમતા સાથે ઑફલાઇન શરૂ થઈ શકશે.
વિદ્યાર્થીઓએ શાળાના પરિસરમાં માસ્ક પહેરવાનું રહેશે પરંતુ આઉટડોર સ્પોર્ટ્સ, શારીરિક કસરતો માટે માસ્ક ફરજિયાત નહીં હો. અગાઉના સમયપત્રક મુજબ, શાળાઓમાં રીસેસ હશે અને વિદ્યાર્થીઓને રીસેસમાં પહેલાની જેમ જ ખાવાની છૂટ આપવામાં આવશે, એમ પરિપત્રમાં જણાવાયું છે.
મુંબઈ મહાનગરપાલિકાએ પરિપત્રકમાં શૈક્ષણિક સંસ્થાઓને કહ્યું છે કે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશતી વખતે તેમનું તાપમાન તપાસવાનું રહેશે. શિક્ષકો, નોન-ટીચિંગ સ્ટાફની હાજરી 100% હોવી જોઈએ. કોરોનાના અગાઉના સમયપત્રક મુજબ, શાળાના નિયમિત વર્ગખંડોમાં આઉટડોર સ્પોર્ટ્સ, શાળાની કસરતો અને વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ હાથ ધરવી જોઈએ. વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા જોઈએ.