308
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે 2021
શનિવાર
ગત દિવસો દરમિયાન મુંબઈ શહેરમાંથી 21 કરોડ રૂપિયાનું યુરેનિયમ પકડાયું હતું. આ યુરેનિયમ ક્યાંથી આવ્યું તેમ જ તેને મુંબઈ શહેરમાં રાખવાનો શું મકસદ હતો એ સંદર્ભે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી તપાસ કરી રહી છે. બીજી તરફ જપ્ત કરવામાં આવેલા યુરેનિયમને અણુ ઊર્જા વિભાગને સોંપવામાં આવ્યું છે. આ યુરેનિયમ કુદરતી તેમ જ શુદ્ધ હોવાને કારણે એનો ઉપયોગ થઈ શકે છે. જોકે આ રીતે યુરેનિયમ ભંગારવાળાના હાથમાં પહોંચી જવાને કારણે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે તેમ જ આ ઘટનાની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે.
You Might Be Interested In