ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, તા. ૨૬/૦૯/૨૧
રવિવાર
ભારતીય જનતા પાર્ટીના ઉત્તર મુંબઈના ફેમસ ફેસ એવા રામ બારોટનું નિધન થયું છે. તેઓ મલાડ વિસ્તારમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેઓ એક નિષ્ઠાવાન કાર્યકર્તા હતા.
પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે ઉપમેયર, સુધારણા સમિતિના અધ્યક્ષ પદની જવાબદારી સંભાળી હતી. વર્ષ 1992થી તેઓ સતત નગરસેવક પદ પર ચૂંટાઇ આવતા રહ્યા. તેઓ મલાડ વિધાનસભા ક્ષેત્રથી વિધાનસભા માટે ચૂંટણી પણ લડી ચૂક્યા છે.
તેમના નિધન પર ભાજપના વરિષ્ઠ નેતાઓએ શોક સંદેશ પાઠવ્યો છે.
