Site icon

બે ની લડાઈમાં મુંબઈકરોનું મોટું નુકસાન.. મેટ્રો કાર શેડ 3 બીકેસી સ્થળાંતર થાય તો જનતાનું અધધધ… આટલા કરોડનું નુકશાન… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
19 ડિસેમ્બર 2020 

મુંબઇ મેટ્રો ટ્રેન ને લઈને વિવાદ દિનબદીન વધી રહ્યો છે. પહેલા આરે કોલોનીથી પસાર થનાર માર્ગ હવે 
મેટ્રો 3 કાર શેડ માટે સંભવિત સ્થળ તરીકે બીકેસીની પસંદગી કરવામાં આવી છે. આનો એકમાત્ર ફાયદો એ છે કે તે બીકેસી કોરિડોરની નજીક છે. પરંતુ પ્રસ્તાવ નો ગેરફાયદો એ છે કે એની લાગત કરોડોમાં વધી શકે છે. સ્થળની સ્થાવર મિલકત મૂલ્ય અને કનેક્ટિંગ રેમ્પ માટે માર્ગ બનાવવાના ખર્ચને જોતા ઓછામાં ઓછા 30,000 કરોડ રૂપિયાનો ખર્ચો વધી જશે. 

Join Our WhatsApp Community

રાજ્યની વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે સરકારની આ પસંદગીને 'હાસ્યાસ્પદ અને બાલિશ' ગણાવતાં શુક્રવારે કહ્યું હતું કે આ પ્રકારના કોઈપણ પગલાથી વાર્ષિક જાળવણી ખર્ચમાં પાંચ ગણો વધારો થશે અને મેટ્રો ટ્રેન થરુ થવા પહેલાં જ પ્રોજેકટ બંધ થઈ જશે. 

મેટ્રો પ્રોજેક્ટ ની તકનીકી સમિતિએ જણાવ્યું હતું કે ડેપો માટે આરેના વિકલ્પોની તપાસ કરી હતી, જેમાં જણાયું કે બીકેસી કરતા આરે કોલોની ખાતે મેટ્રો શૅડની પસંદગી વધુ યોગ્ય છે. મુસાફરો માટે આરે કોલોની જ સુગમ રહેશે. 

જ્યારે બીકેસીની સાઇટ, એમએમઆરડીએ ગ્રાઉન્ડ્સ, 20 હેક્ટરમાં ફેલાયેલી છે અને ડાયમંડ બુર્સની સામે સ્થિત છે. સ્થળની લાક્ષણિકતાઓની સૂચિ આપતાં પેનલે કહ્યું હતું કે, “આ સ્થળ કોરિડોરની નજીકમાં છે અને બીકેસી સ્ટેશનથી 1 કિલોમીટરથી પણ ઓછી દુરી પર છે. એમએમઆરડીએ જમીનના માલિક હોવાથી સંપાદન પ્રમાણમાં સરળતાથી થઈ શકે છે. " 

ભાજપના સમયે આરે કોલોની ની પસંદગી ની અવગણના કરવા અંગે ફડણવીસે કહ્યું, “બીકેસીમાં છેલ્લે વેચાયેલી જમીન પ્રતિ હેક્ટર રૂ. 1,800 કરોડના દરે હતી. તેથી, જો બીકેસી (કાર શેડ માટે) પર 25 હેક્ટર લેવામાં આવે તો તેનો ખર્ચ 25,000 કરોડથી 30,000 કરોડ રૂપિયા થાય છે. 

હવે જોવાનું એ છે કે ઉધ્ધવ સરકાર અને ભાજપની સરકાર વચ્ચે શરૂ થયેલો ગજગ્રાહ કયા જઈને અટકે છે. કારણે આ લોકોના રાજકારમા છેવટે નુકસાન મુંબઈકારોનું જ છે.

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version