News Continuous Bureau | Mumbai
Shivaji Park : શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આગામી 22 જાન્યુઆરી એ સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે. આ દિવસે ભગવાન રામલલા અયોધ્યાના રામ મંદિરમાં બિરાજશે. જેને લઈને સમગ્ર દેશમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાંથી તેની આકર્ષક તસવીરો સામે આવી રહી છે. દરમિયાન સપનાની નગરી મુંબઈમાં પણ રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શિવાજી પાર્કને શણગારવામાં આવ્યું
મુંબઈના દાદરમાં આવેલા શિવાજી પાર્કને શણગારવામાં આવ્યું છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા દાદરના શિવાજી પાર્કમાં એક આકર્ષક પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. શિવાજી પાર્કમાં ઈલેક્ટ્રીક લાઈટિંગનો ઉપયોગ કરીને રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. રામ મંદિરની પ્રતિકૃતિ જોવા માટે પણ ભક્તોની ભીડ જામી છે. રામની પ્રતિકૃતિ 45 ફૂટ ઊંચી બનાવવામાં આવી છે. જેનો વિડીયો હાલમાં જ સામે આવ્યો છે. તમે પણ જુઓ
આ સમાચાર પણ વાંચો : Ram Mandir : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસ, આજે રામલલા ગર્ભગૃહમાં બિરાજશે, જાણો આજની વિધિ..
જુઓ વિડીયો
#WATCH | Maharashtra: Shivaji Park in Dadar, Mumbai decorated and lit up ahead of the Ayodhya's Ram Temple Pran Pratishtha ceremony. (17.01) pic.twitter.com/zQ7Kctaj5n
— ANI (@ANI) January 18, 2024
આપણે બધા જાણીએ છીએ કે, 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ધાર્મિક વિધિઓ શરૂ થઈ ગઈ છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે દેશના દરેક ખૂણેથી લોકો અયોધ્યા જઈ રહ્યા છે. ઘણા લોકો તેમના રામ લલા માટે નવી અને અનોખી ગિફ્ટ વસ્તુઓ પણ લાવી રહ્યા છે. 22 જાન્યુઆરી એ દિવસ હશે જ્યારે કરોડો હિન્દુઓનું સપનું પૂરું થશે.