ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર 2021
મંગળવાર.
મુંબઈમાં જૂની તૂટવાને આરે આવેલી જર્જરીત 15,000 સેસ બિલ્ડંગના પુનઃવિકાસને લઈને રાજય સરકારે મ્હાડાના કાયદામા વિધાનમંડળમાં એકમતે પ્રસ્તાવને મંજૂર કરીને રાષ્ટ્રપતિ રામનાથ કોવડેને મોકલ્યો હતો. જોકે આઠ મહિના બાદ પણ રાષ્ટ્રપતિએ તેના પર કોઈ નિર્ણય લીધો નથી. તેને કારણે જૂની જર્જરિત બિલ્ડિગમાં રહેતા લાખો લોકો પોતાના જાનના જોખમે રહેવાની નોબત આવી છે. તેથી આ પ્રસ્તાવ રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ જોઈ હોવાનું યાદ દેવડાવા માટે સ્થાનિક નાગરિકોને હસ્તાક્ષર કહેલા 15,000 પોસ્ટ કાર્ડ સોમવારે રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યા હતા. જેમાં શિવસેનાના વિધાનસભ્ય અજય ચૌધરીએ આગળ પડતો ભાગ ભજવ્યો હતો.
હોમ લોનના નીચા વ્યાજ દર, સ્ટેમ્પ ડયૂટીમાં ઘટાડો; તોય દક્ષિણ મુંબઈમાં આટલા ઘરો હજી વેચાયા નથી..
જૂની તૂટવાને આવેલી બિલ્ડિંગ ચોમાસામાં તૂટી પડવાનું જોખમ વધારે હોય છે. તેમાં મોટા પ્રમાણમાં જાનહાનિનો ભય હોય છે. તેથી ગંભીરતાને ધ્યાનમા રાખીને રાજય સરકારે વિધાનમંડળમાં મ્હાડા કાયદામાં આવશ્યક સુધારા કરીને બહુમતીએ તેને મંજૂર કર્યો હતો. ત્યારબાદ રાજયપાલે તેને રાષ્ટ્રપતિ પાસેમંજૂરી માટે મોકલ્યો હતો. જોકે આઠ મહિના બાદ પણ તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી. તેથી આવી ઈમારતોમાં રહેતા નાગરિકોમાં ભારે નારાજગી છે. તેથી પરેલા નાકા, ભોઈવાડા, શિવડી, કાલાચૌકી, લાલબાગ, એન.એમ.જોશી માર્ગ, પ્રભાદેવી જેવા વિસ્તારમાં સિગ્નેચર કેમ્પઈન ચલાવવામાં આવ્યું હતું. હવે આ પોસ્ટકાર્ડને રાષ્ટ્રપતિને મોકલવામાં આવવાના છે.
