ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
દહિસરમાં એક આઘાતજનક ઘટના બની હતી. ભરદિવસે અહીં એક જ્વેલરની હત્યા કરવામાં આવી હતી. દહિસર પૂર્વમાં રાવલપાડા વિસ્તારના એક જ્વેલરની દુકાનમાં આ ઘટના બની હતી. સવારે પોણા અગિયાર આસપાસ ત્રણ શખ્સો આવ્યા હતા અને દુકાનદારને ભરદિવસે ગોળી મારી દીધી હતી.
આ ત્રણેય આરોપીઓ ઍક્ટિવા પર આવ્યા હતા. દુકાનદારને ગોળી માર્યા બાદ ત્રણેય આરોપીઓએ દુકાનમાંથી બે મોટી બૅગ ભરી માલ લૂંટ્યો હતો અને લઈને નાસી ગયા હતા. આ ઘટનામાં દુકાનદારનું મોત નીપજ્યું છે. દિન દહાડે બનેલી આ ઘટનાથી પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
મુંબઈમાં આજે ફરી એકવાર સરકારી અને પાલિકાના રસીકરણ કેન્દ્ર આ કારણે બંધ રહેશે ; જાણો વિગતે
ઉચ્ચ પોલીસ કમિશનર દિલીપ સાવંત અને ડીસીપી સ્વામીએ ઘટનાની તપાસમાં દરમિયાનગીરી કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને અંજામ આપી ઍક્ટિવાથી ભાગી છૂટેલા ત્રણેય વ્યક્તિના ફોટા CCTV કૅમેરામાં કેદ થઈ ગયા છે. આ ઘટના બાદથી આ વિસ્તારના વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે. ફક્ત લૂંટના હેતુથી કે અંગત કારણોસર આ ઘટના બની છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.