News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઇ ( Mumbai ) ની હવાનું ઉતરતું સ્તર અને વધતું પ્રદૂષણએ ( Pollution ) કોવિડ ( Covid ) પછીનું સૌથી મોટું આરોગ્ય સંકટ છે. તેથી પાલિકા દ્વારા માર્ચ મહિનામાં પ્રદૂષણ ઓછું કરવા માટે જાહેર કરવામાં આવેલ એક્શન પ્લાનનો વહેલી તકે અમલ કરવો એ માટે હવે મુંબઇગરાની ઓનલાઇલ સગ્નેચર ઝૂંબેશઓ ( Online Signature Campaign ) શરુ અંકિત સોમાણીએ શરુ કરેલ ઝૂંબેશને મુંબઇગરાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં બે દિવસમાં લગભગ 4 હજાર લોકો સામેલ થયા છે.
10મી ફેબ્રુઆરીએ બાંદ્રા-કુર્લામાં હવાનું સ્તર એટલું નીચું ગયું હતું કે, એ નવ સિગરેટના ધુમાડા ( Cigarette smoke ) જેટલું હાનિકારક માનવામાં આવી રહ્યું હતું. મુંબઇની આ વિકટ પરિસ્થિતીનો સામનો કરવા માટે મુંબઇ મહાનગરપાલિકા ( BMC ) દ્વારા મુંબઇ સ્વચ્છ હવા ઝૂંબેશ અતર્ગત સાત યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. જોકે હજી સુધી પાલિકા દ્વારા આ યોજનાઓ પર કોઇ જ કામ થયું નથી. તેથી પાલિકા દ્વારા આ યોજનાઓનો અમલ વહેલી તકે કરવામાં આવે એવી માંગણી આ ઓનલાઇન પિટીશન ( Online petition ) અંતર્ગત કરવામાં આવી છે.
ઓનલાઈન પિટીશન ( Online petition ) રજુ કરવામાં આવી છે…
ઓનલાઇન પિટીશન કરનાર મુંબઇગરાઓએ માત્ર પાલિકાને તેની જવાબદારીની યાદ અપાવી છે એવું નથી પણ પોતે પણ મુંબઇમાં વધી રહેલ પ્રદૂષણના નિયંત્રણ માટે મદદ કરશે તેવી શપથ લિધી છે. ઘર, ઓફીસમાં કચરાનો નાશ કરતી વખતે તેને સ્વતંત્રરીતે વર્ગીકૃત કરીને જ કચરાનો નાશ કરવું એવી અપીલ મુંબઇગરાએ કરી છે. પ્રદૂષણ ઓછું કરવા માટે પાલિકા દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શક સૂચનોનો અમલ સાર્વજનિક અને વ્યક્તીગત રીતે કરવાની અપીલ પણ આ પિટીશનના માધ્યમથી કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: શું મુંબઇ પોલીસની ભૂલના કારણે દાઉદને મારવાનો પ્લાન થયો હતો ફેલ? પૂર્વ IPSએ કર્યો આ મોટો ખુલાસો.. જાણો શું છે આ સંપુર્ણ મામલો.. વાંચો વિગતે અહીં..
કેવી હશે મુંબઇ સ્વચ્છ હવા યોજના
– સ્વચ્છ બાંધકામ પદ્ધત્તિ
– રસ્તા પરની ધૂળ ઓછી કરવામાં આવશે
– પરિવહન માટે પર્વાયવરણને અનુરુપ ઉપાયો
– કચરાનું યોગ્ય વ્યવસ્થાપન
– શહેરી હરિત યોજના
– વાયુ ગુણવત્તા પરિક્ષણ પ્રણાલી
– સંપર્ક અને જાગૃતતા ઝૂંબેશ