News Continuous Bureau | Mumbai
Snake Rescue: સોશિયલ મીડિયા ( Social Media ) પર દરરોજ અનેક વીડિયો વાયરલ ( Viral Video ) થઈ રહ્યા છે. કેટલાક વિડિયો મનોરંજક હોય છે તો કેટલાક વિડિયો ખૂબ જ ચોંકાવનારા હોય છે, આવો જ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક વિશાળકાય સાપ ( Snake ) બિલ્ડિંગની બારીમાં ઘૂસી ગયો છે. આ સાપનો મહાકાય અવતાર જોઈને તમે ડરી જશો, આ સાપનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હવે આ સાપ ઘરના રસોડામાં કેવી રીતે ઘૂસ્યો? આ સાપને કેવી રીતે બચાવવામાં આવ્યો? ચાલો જાણીએ.
જુઓ વિડીયો
A huge snake was spotted at a Thane Building, it was rescued by two brave persons, rescue video. 👇. #thane #mumbai pic.twitter.com/j2ZWrs9mR9
— Sneha (@QueenofThane) September 25, 2023
ઘરમાં રસોડાની ગ્રીલમાં લટકતો સાપ
સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ ( Viral Video ) થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક બિલ્ડીંગની બારીમાં એક વિશાળકાય સાપ દેખાય છે. આ સાપ ઘરમાં રસોડાની ગ્રીલમાં લટકતો હોય છે. આ બધું જોઈને તે મકાનમાં રહેતા લોકો તેમજ સોસાયટીના નાગરિકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ સાપને બચાવવા માટે બે યુવકોએ પહેલ કરી હતી. એક યુવક ઘરની રસોડાની બાલ્કનીમાં ( Balcony ) ઊભો છે, સાપને મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. અન્ય એક યુવક બાલ્કનીમાંથી બહાર આવ્યો છે અને સાપને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ બંને યુવાનોના અથાગ પ્રયાસો બાદ સાપને બારીની ગ્રીલમાંથી મુક્ત કરવામાં આવ્યો.
આ સમાચાર પણ વાંચો : Shiv Sena : વ્હીપની કરી અવગણના, ઠાકરે જૂથના આ સાંસદોની વધી શકે છે મુશ્કેલી, શિવસેનાના સાંસદ રાહુલ શેવાળેએ આપ્યું નિવેદન..
બચાવ કામગીરીનો ( rescue operations ) વીડિયો
સમગ્ર બચાવ કામગીરીનો વીડિયો એક વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધો હતો. જે બાદ તેણે આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. આ વીડિયો થાણેની ( Thane ) એક બિલ્ડિંગનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર લાઈક્સ અને કોમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ ઘણા લોકોએ ચોંકાવનારી કોમેન્ટ કરી છે.