Site icon News Continuous Bureau | Mumbai

તો વાંદરાઓને કારણે દીપડા માનવ વસ્તીમાં આવે છે; બોરીવલીના નેશનલ પાર્કના અધિકારીએ કરી સ્પષ્ટતા, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨3 જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્કમાં ૪૦થી વધારે દીપડા છે. તેમને શિકાર કરવામાં અડચણો, અવરોધો અનેક પડકારોનો સામનો કરવો પડતો હોવાથી તે નેશનલ પાર્કની બહાર નીકળી અને ખાવાનું ગોતે છે. દીપડાઓ માનવી વસ્તીમાં આવી રહ્યાનું આ કારણ નેશનલ પાર્કના વન્યપ્રાણી રેસ્ક્યુ ટીમના અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું. જોકે, ૨૦૧૭થી એવી કોઈ જ ઘટના બની નથી, જેમાં દીપડાએ માણસો પર હુમલો કર્યો હોય.

લોકો માને છે કે દીપડા માટે જંગલમાં પૂરતો ખોરાક ઉપલબ્ધ ન હોવાથી દીપડાઓ માનવ વસ્તીમાં આવે છે, પરંતુ હકીકતે દીપડા જયારે જંગલમાં શિકાર કરવા નીકળે છે ત્યારે વાંદરાઓ અને પક્ષીઓ અવાજ કરી બીજા પ્રાણીઓને સાવચેત કરી નાખે છે. તેથી દીપડાઓ સહેલાઇથી ખોરાક મેળવવા રાત્રે માનવ વસ્તી વાળા વિસ્તારમાં ભ્રમણ કરતા જોવા મળે છે.

અરે બાપરે!! મહારાષ્ટ્રમાં અધધ આટલા લાખ લોકોએ કોરોના-રસીનો બીજો ડોઝ લીધો જ નથી, બીએમસી શરૂ કરી આ ઝુંબેશ ; જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે આ દીપડા અનેક વખત નેશનલ પાર્કની આસપાસના વિસ્તારમાં ફરતા જોવા મળે છે અને ત્યાં ફરતા શ્વાન પર હુમલો કરી તેનો શિકાર કરે છે. રાત્રીના સમયે ભટકતા શ્વાનનો શિકાર કરવા હેતુ આ દીપડા સોસાયટીઓમાં પણ જોવા મળ્યા છે. તેવી માહિતી નેશનલ પાર્કના અધિકારીએ આપી હતી.

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version