Site icon

તો ઑક્ટોબરમાં શરૂ થશે અંધેરી-દહિસર વચ્ચે મેટ્રો; જાણો શું છે હાલની સ્થિતિ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથૉરિટીએ દહાણુકરવાડી અને આરે વચ્ચે મેટ્રો માર્ગ 2-A અને 7 ઉપર પ્રોટોટાઇપ મેટ્રો રૅકનું ટ્રાયલ અને ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે, પરંતુ સ્ટેશનો તૈયાર થવામાં હજી સમય લાગશે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જોકેઆ મેટ્રોને જ્યાંથી લીલી ઝંડી દેખાડાઈ હતી એ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે.

બંને મેટ્રો માર્ગ આવરી લેતાં આ ૨૦ કિલોમીટરના પટ્ટામાં વચ્ચેના અન્ય સ્ટેશનો હજી તૈયાર થયાં નથી. MMRDAએ દાવો કર્યો છે કે મેટ્રો-7 અને 2-Aનો ચારકોપ-આરે-દહિસર પરનો આ ભાગ ચાલુ વર્ષના ઑક્ટોબર સુધીમાં કૉમર્શિયલ વપરાશ માટે ચાલુ થઈ જશે.MMRDAના અધિકારીઓના મતાનુસાર કામરાજ નગરથી દહિસરની મેટ્રો-2-Aનો પ્રથમ તબક્કો નવેમ્બર ૩૦ સુધીમાં તૈયાર થઈ જશે. દરમિયાન ઓવરીપાડાથી આરે સુધીનાં સ્ટેશનો મેટ્રો લાઇન-7માં આવતાં હોવાથી એ ૩૦ ઑક્ટોબર સુધીમાં સંપૂર્ણ સજ્જ થઈ જશે.

આવી ગયું છે ચોમાસું! આ ભાઈ એકે રૂપિયો લીધા વગર લોકોને મફતમાં રેઇન વૉટર હાર્વેસ્ટિંગ કરી આપે છે; જાણો પ્રકૃતિપ્રેમની અનોખી કહાની

ઉલ્લેખનીય છે કે સ્ટેશનો પર પ્રવેશદ્વાર સિવાયનું તમામ માળખાકીય કામ પૂર્ણ થઈ ગયું છે. મેટ્રો માર્ગ-2-A પર કામરાજનગરથી દહિસર પટ્ટા પર ફિનિશિંગનું ૮પ ટકા કામ થઈ ચૂક્યું છે. જ્યારે ઓવરીપાડાથી આરે મેટ્રો-7માં આવતાં નવ સ્ટેશનોનું ૭૮ ટકા કામ પૂર્ણ થઈ જવા આવ્યું છે.

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version