News Continuous Bureau | Mumbai
SpiceJet : મુંબઈ-બેંગલુરુ સ્પાઈસજેટ ફ્લાઈટમાં એક પુરુષ મુસાફર ( Male passenger ) મંગળવારે વહેલી સવારે લગભગ 100 મિનિટ સુધી ટોઈલેટની અંદર અટવાઈ ગયો હતો કારણ કે દરવાજાનું લોક ખરાબ થઈ ગયું હતું. અહીં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ( KIA ) પર એન્જીનીયરોએ ટોઈલેટનો દરવાજો તોડી નાખ્યા બાદ તેને બચાવી લેવામાં આવ્યો હતો. ખાસ કરીને લેન્ડિંગ વખતે શૌચાલયમાં ફસાઈ જવાથી મુસાફર આઘાતમાં હતો.
KIA સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના ( Mumbai-Bengaluru Flight ) ફ્લાઇટ SG-268માં બની હતી, જેણે મંગળવારે સવારે 2 વાગ્યે મુંબઈ એરપોર્ટ ( Mumbai Airport ) પરથી ઉડાન ભરી હતી. મુસાફરની વિગતો તાત્કાલિક જાણી શકાઈ નથી. સ્પાઈસજેટે આ અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.
એન્જીનીયરોએ બે કલાકની મહેનત બાદ ખોલ્યો દરવાજો..
એક અહેવાલ મુજબ, સીટ 14D પર બેઠેલો પેસેન્જર ટેક-ઓફ કર્યા પછી તરત જ ટોઇલેટમાં ( toilet ) ગયો હતો અને ત્યારે ફલાઈટમાં ( SpiceJet Flight ) સીટબેલ્ટને ઉતારી નાખવાનો નિર્દેશ મળ્યો હતો. દુર્ભાગ્યે, તે ટોયલેટની અંદર જ ફસાઈ ગયો હતો, કારણ કે શૌચાલયનો દરવાજો ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. પેસેન્જરના ચીસો પાડવાથી ક્રૂ સભ્યો એક્શનમાં આવી ગયા હતા, ક્રુ સભ્યોએ બહારથી દરવાજો ખોલવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Kubbra sait Ramayan: રણબીર કપૂર ની રામાયણ માં થઇ શકે છે સેક્રેડ ગેમ્સની કુકુ ની એન્ટ્રી! આપ્યું ફિલ્મ ના આ મહત્વ ના રોલ માટે ઓડિશન
જ્યારે ક્રૂને સભ્યોને ખબર પડી કે શૌચાલયનો દરવાજો ખોલવાનો કોઈ વિકલ્પ નથી, ત્યારે એક એર હોસ્ટેસે બ્રાઉન પેપર પર મોટા અક્ષરોમાં એક નોંધ લખી જેમાં લખ્યું હતું, “સર, અમે દરવાજો ખોલવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, જો કે, અમે દરવાજો ખોલી શક્યા નથી. તો ચિંતા કરશો નહીં. ફ્લાઈટ થોડીવારમાં લેન્ડ કરશે. તેથી કૃપા કરીને કમોડનું ઢાંકણ બંધ કરો અને તેના પર બેસીને તમારી જાતને સુરક્ષિત કરો. મુખ્ય દરવાજો ખૂલતાંની સાથે જ એન્જિનિયર આવી જશે અને તમને બહાર કાઢવામાં આવશે.” એવી નોટ ટોઇલેટના દરવાજાની નીચે સરકાવી હતી.
મંગળવારે રાત્રે 3.42 કલાકે ફ્લાઈટ લેન્ડ થઈ હતી. એન્જિનિયરોએ પ્લેનમાં ચડીને દરવાજો તોડી નાખ્યો અને બે કલાકની મહેનત બાદ માણસને બચાવ્યો હતો. જે બાદ મુસાફરને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. તેમજ એક અધિકારીના જણાવ્યા મુજબ, “મુસાફર ક્લોસ્ટ્રોફોબિયાને કારણે સંપૂર્ણ આઘાતમાં હતો.”