News Continuous Bureau | Mumbai
મુંબઈમાં સ્ટેમ્પ વિક્રેતાઓએ આ કથીત અન્યાયી અને ગેરકાયદેસર ઓફિસ ઓર્ડર સામે અનિશ્ચિત મુદ્દત માટે વિરોધ નોંધાવ્યો છે. આ આંદોલનને કારણે હવે મુંબઈમાં સ્ટેમ્પ મેળવવું અશક્ય બની ગયું છે.
સ્ટેમ્પ વેન્ડર યુનિયન, મુંબઈના પ્રમુખ અશોક કદમે મિડીયા હાઉસને જણાવ્યું હતું કે, નવા આદેશને કારણે આવતીકાલે સામાન્ય નાગરિકો, વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ, મંત્રી કે અન્ય કોઈ મોટી વ્યક્તિએ રૂબરૂ જઈને સ્ટેમ્પ લેવાનું રહેશે. વિક્રેતાઓએ એવું પણ ધ્યાન દોર્યું હતું કે ઓફિસ ઓર્ડરમાં જે બાબતો રજૂ કરવામાં આવી છે તેમાં વિસંગતતા છે અને આ ઓફિસ ઓર્ડર ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: મોટા સમાચાર! …તો ત્રણ મહિનામાં મ્યુનિસિપલ ચૂંટણીઓ શક્ય છે; ભાજપના મંત્રીનું મોટું નિવેદન
