ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 05 માર્ચ, 2022,
શનિવાર,
મુંબઈ સહિતના મેટ્રો શહેરમાં ઘર ખરીદવાના હોય તો વધુ પૈસાની તૈયારી રાખજો, કારણ કે સરકારના એક નિર્ણયને પગલે આગામી દિવસોમાં ઘર મોંઘા થવાના છે.
મુંબઈ, થાણે, પુણે અને નાગપુર જેવા મેટ્રો શહેરોમાં મહારાષ્ટ્ર સરકારે એક ટકા સરચાર્જનો વસૂલવાનો નિર્ણય લીધો છે. બે વર્ષ પહેલા સરકારે એક ટકા મેટ્રો સરચાર્જની જાહેરાત કરી હતી. જો કે રાજ્ય સરકારે તેની સામે વિરોધ જાગતા તે દરખાસ્તને મોકૂફ રાખી હતી. આ સ્ટે 31 માર્ચે પૂરો થઈ રહ્યો છે. તેથી પહેલી એપ્રિલ, 2022થી આ મેટ્રો શહેરોમાં એક ટકા મેટ્રો સરચાર્જ વસૂલવામાં આવે તેવી શક્યતા છે.
અરે વાહ!! મુંબઈવાસી હવે વિશ્વની શ્રેષ્ઠ ક્રુઝમાં બેસીને મજા માણી શકશે. આ તારીખથી એશિયાનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટર્મિનલ શરૂ થશે. જાણો તેની ખાસિયતો વિશે….
રાજ્યના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી ભૂષણ ગંગરાણીએ શુક્રવારે કહ્યું હતું કે પહેલી એપ્રિલથી મુંબઈ, પુણે અને નાગપુરમાં પ્રોપર્ટીની ખરીદી પર એક ટકા મેટ્રો સેસ ચૂકવવો પડશે. આ નિર્ણયનો અમલ 31 માર્ચ પછી થશે. એટલે મુંબઈમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ની સ્ટેમ્પ ડ્યુટી પાંચ ટકાથી છ ટકા થઈ જશે. તો અન્ય શહેરોમાં સાત ટકા થશે.
જે મહાનગરોમાં મેટ્રો રેલ કાર્યરત છે ત્યાં મોર્ગેજ વ્યવહારો પર સ્ટેમ્પ ડ્યુટી પર એક ટકા મેટ્રો સરચાર્જની છૂટ કોરોના સમયગાળામાં એટલે કે વર્ષ 2020 માં આપવામાં આવી હતી. આગામી બે વર્ષ માટે મેટ્રો સરચાર્જ લાદવાનો નિર્ણય તત્કાલીન મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. તદનુસાર, મુંબઈ મેટ્રોપોલિટન રિજન, પુણે, પિંપરી-ચિંચવડ અને નાગપુરને મેટ્રો સરચાર્જમાંથી છૂટ આપવામાં આવી હતી. પરિણામે, આ શહેરોમાં સ્ટેમ્પ ડ્યુટી સાત ટકાના બદલે છ ટકા વસૂલવામાં આવી હતી. જો કે, એક ટકા મેટ્રો સરચાર્જ 31 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. તેમાં વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. તેથી, એપ્રિલમાં શરૂ થતા નવા નાણાકીય વર્ષથી, MMR વિસ્તાર, પુણે, પિંપરી-ચિંચવડ અને નાગપુરમાં હવે નોંધણી અને ગીરો પર એક ટકા મેટ્રો સરચાર્જ સાથે કુલ સાત ટકા સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવે તેવી શક્યતા છે.