ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
ચોરટાઓની જમાતે ઘાટકોપર-માનખુર્દ ફલાયઓવરને પણ બક્ષ્યો નથી. મુંબઈ મહાનગરપાલિકાએ વીરમાતા જીજાબાઇ ભોસલે માર્ગ પર એટલે કે ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ પર ફલાયઓવર બાંધ્યો છે, તેના પરથી ચાર મહિનામાં એક લાખ 83 હજાર રૂપિયાની કિંમતનો માલ-સામાન ચોરાઈ ગયો હોવાની ચોંકાવનારો બનાવ બન્યો છે. પાલિકાએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ પર બાંધવામાં આવેલા ફલાયઓવરને પહેલી ઓગસ્ટ 2021ના સાર્વજનિક વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ સપ્ટેમ્બર 2021થી 8 ફેબ્રુઆરી 2022 આ ચાર મહિનાના સમયગાળામાં પુલ પર રહેલા લોખંડના ડીવાઈડર લગભગ 200 સ્ટડ પોસ્ટ અત્યાર સુધી ચોરાઈ ગયા છે. દરેક સ્ટડ પોસ્ટ અઢી ફૂટ ઊંચા છે. ચોરાઈ ગયેલા સ્ટડ પોસ્ટની કિંમત એક લાખ 20 હજાર છે. એ સાથે જ 12 ઈંચ જાડાઈના લોખંડી ક્રેશ બેરીયર્સ, 12 મીટર લંબાઈ અને 10 ઇંચ પહોળા લોખંડના હાઈટ બેરીયર્સ, લોખંડના નટબોલ્ટ જેવા સામાન પણ ચોરાઈ ગયા છે.
મુંબઈગરા માટે સારા સમાચાર, શહેરની બિલ્ડિંગ અને ઝુંપડા થયા કન્ટેઈન્મેન્ટ ઝોન મુક્ત. જાણો વિગત
ચોરીના પ્રકરણ બાદ પાલિકાએ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. તેમ જ ફ્લાયઓવર પર સીસીટીવી કેમેરા અને સ્પીડોમીટર બેસાડવાની વિનંતી પણ પાલિકાએ પોલીસને પત્ર લખીને કરી છે.