ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
મુંબઈમાં દિવસેને દિવસે રખડતા કૂતરાનો ત્રાસ વધી ગયો છે. રસ્તા ચાલતા લોકોને આ રખડતા કૂતરા કરડી જતા હોય છે. છેલ્લા ચાર વર્ષમાં લગભગ 3,15,000 લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભર્યા હોંવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. એટલે કે દરરોજ સરેરાશ 215 લોકોને કૂતરાઓ બચકા ભરે છે. કૂતરાના કરડવાને કારણે એકનું મોત પણ થયું હતું.
પશુગણના મુજબ મુંબઈમાં 2,96,000 રખડતા શ્વાન છે. રખડતા શ્વાનના ત્રાસને રોકવા માટે પાલિકા અનેક ઉપાય અમલમાં મૂકતી હોય છે. છતા તેમાં આ શ્ર્વાન વ્યંધીકરણનો પણ સમાવેશ થાય છે. ભારતીય પશુગણના મંડળ મુજબ વર્ષમાં 30 ટકા શ્ર્વાનના વ્યંધીકરણ થવા જોઈએ. પરંતુ ચાર વર્ષમાં પાલિકાએ માત્ર 79,496 શ્વાનના વ્યંધીકરણ કર્યા છે. તેથી શ્ર્વાનની સંખ્યા વધતી જાય છે, તેમ તેનો ત્રાસ પણ વધતો જાય છે.
2018થી 2020 સુધીના સમયગાળામાં 3,15,222 લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભર્યા હતા, જેમાં પશ્ચિમ ઉપનગરમાં તેનું પ્રમાણ વધારે છે. 2017ની સાલમાં 98,690 ડોગ બાઈટ્સ(શ્વાનના કરડવાના ), 2018માં 85,546, 2019 માં 85,054 તો 2020ની સાલમા 46,032 ડોગ બાઈટ્સના કેસ નોંધાયા હતા.