Site icon

Food Adulteration at Mumbai : હાથગાડી પર બરી ખાતા પહેલા વાંચો આ સમાચાર, બીજાવાર ખાવાનો વિચાર પણ નહીં કરો!

જો તમે રસ્તાની રેકડી પર વેંચેતી ખરવસ એટલે કે બરી ખાવ છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ ખારવાસ એટલે કે બરીનો સપ્લાય કરતા બે ઉત્પાદકોની દુકાનો પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીના કારણે મુંબઈમાં નકલી બરી મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યા હોવાની માહિતી સામે આવી છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ 1 લાખ 17 હજાર 330 રૂપિયાની કિંમતની બરી અને દૂધ જપ્ત કર્યું છે.

Street selling kharvas-bari is adulterated food-Raid by FDA

Food Adulteration at Mumbai : હાથગાડી પર બરી ખાતા પહેલા વાંચો આ સમાચાર, બીજાવાર ખાવાનો વિચાર પણ નહીં કરો!

News Continuous Bureau | Mumbai

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના ( FDA ) અધિકારીઓએ જોયું કે મુંબઈમાં મોટી સંખ્યામાં હાથગાડીઓ પર બરી ( bari ) ( Street selling kharvas )  વેચાઈ રહ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓને કુર્લામાં બે બરી ઉત્પાદનની દુકાનો હોવાની માહિતી મળી હતી. તેના આધારે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ મંગળવારે કુર્લા પૂર્વમાં બે દુકાનો પર દરોડા પાડ્યા હતા. આ સમયે અધિકારીઓને ખ્યાલ આવ્યો કે બંને જગ્યાએ દરરોજ 400 થી 500 કિલો બરી બનાવવામાં આવે છે. અધિકારીઓએ મુંબઈમાં 400 થી 500 કિલો બરી બનાવવા માટે દૂધના સપ્લાય વિશે પૂછતાં જ દુકાનદારોએ કહ્યું કે તેઓ ગુજરાત રાજ્યની કંપની પાસેથી દૂધ ખરીદે છે. જોકે, ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ જપ્ત કરાયેલ બરી નકલી ( adulterated food )  હોવાનો દાવો કર્યો છે. લેબોરેટરીના રિપોર્ટ બાદ કાર્યવાહીની દિશા નક્કી કરવામાં આવશે તેમ પણ અધિકારીઓએ જણાવ્યું હતું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  શું મહારાષ્ટ્ર સરકાર ગભરાઈ? સરકારી પરિસરમાં શાહી પેન પર પ્રતિબંધ

કુર્લામાં બે દુકાનો પર દરોડા

પહેલી રેડ માં જપ્ત થયોલો માલ – કંપનીનું દૂધ, 448 લિટર, કિંમત – 31 હજાર 360 ખરવાસ: 223 કિગ્રા, કિંમત – 20 હજાર 70

બીજી રેડમાં જપ્ત થયેલો માલ – 638 લિટર દૂધ, કિંમત 44 હજાર 660 ખરવસ. વજન: 236 કિગ્રા, કિંમત – 21 હજાર 240

જપ્ત કરાયેલ માલની કુલ કિંમત – 1 લાખ 17 હજાર 330.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version