News Continuous Bureau | Mumbai
Street Shopping: દેશમાં હાલ ફેશનની હોડ મચી છે. તેમાંય છોકરીઓને ખરીદી કરવી ખુબ જ ગમે છે. છોકરીઓનો મૂડ સારો હોય કે ખરાબ, છોકરીઓ બજારમાં ખરીદી કર્યા પછી ખુશ જ થાય છે. પણ છોકરીઓને સ્ટ્રીટ શોપિંગથી વધુ આનંદ મળે છે. દરેક શહેરમાં સસ્તા અને સારા કપડા વેચાતા બજારો હોય છે. મુંબઈમાં ( Mumbai ) પણ આવા ઘણા બજારો છે. જ્યાં તમને વિવિધ પ્રકારના કપડા અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ સસ્તામાં મળી શકે છે. તો આજે આપણે મુંબઈના એવા પાંચ બજારો વિશે જાણીશું જ્યાં તમે માત્ર કપડાં જ નહીં પરંતુ અન્ય ઘણી વસ્તુઓ ઓછી કિંમતે મેળવી શકો છો.
Street Shopping: કોલાબા કોઝવે
દક્ષિણ મુંબઈમાં કોલાબા કોઝવે ( Colaba Causeway ) માર્કેટ શોપિંગ માટે ખુબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. અહીં હંમેશા પ્રવાસીઓની ભીડ રહે છે. બુટીકથી લઈને સ્ટ્રીટ પરની દુકાનોમાં અહીં ગ્રાહકોની ભીડ જોવા મળે છે. અહીં તમે દરેક પ્રકારના કપડાં, એસેસરીઝ અને સેન્ડલની સેંકડો ડિઝાઇન જોઈ શકો છો. અહીં ખાવા-પીવાની પણ સારી વ્યવસ્થા છે. સ્ટ્રીટ શોપિંગની સાથે તમે અહીં સ્ટ્રીટ ફૂડની પણ મજા માણી શકો છો.
Street Shopping: હિલ રોડ
બાંદ્રામાં હિલ રોડ ( Bandra Hill Road ) વિવિધ પ્રકારના પશ્ચિમી પોશાક મળી રહે છે. આ માર્કેટ સવારે શરૂ થાય છે, તે રાત્રે 10 વાગ્યા સુધી બજારમાં ગ્રાહકોની ભીડ રહે છે. બાંદ્રા સ્ટેશન પહોંચ્યા પછી તમે ઓટો રિક્ષા દ્વારા હિલ રોડ બજારમાં પહોંચી શકો છો. આ બજારમાં વિવિધ પ્રકારના કપડાં તમારું ધ્યાન આકર્ષિત કરે છે.
આ સમાચાર પણ વાંચો : Chanakya Niti : ભૂલથી પણ આ ચાર જગ્યાઓએ ક્યારે ન રોકાતા, જીવનમાં આટલી બાબતોનું હંમેશા ધ્યાન રાખો.. જાણો શું છે આ ચાણક્ય નિતી..
Street Shopping: ક્રોફર્ડ માર્કેટ
ક્રોફર્ડ માર્કેટ ( Crawford Market ) લગભગ 150 વર્ષ જૂનું માર્કેટ છે. ક્રોફર્ડ માર્કેટને શહેરના સૌથી જૂના બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બજાર કપડાં અને ફેશનની વસ્તુઓ માટે જ પ્રખ્યાત નથી. પરંતુ આ માર્કેટમાં રસોડા અને તમારા રોજિંદા જીવનની જરુરિયાત સંબંધિત વસ્તુઓ, ઘર સજાવટની વસ્તુઓની વિશાળ શ્રેણી અહીં જોવા મળશે. જે તમારુ ધ્યાન આકર્ષિત કરી શકે છે.
Street Shopping: ચોર બજાર
જો તમે તમારા ઘરને આકર્ષક દેખાવ આપવા માંગતા હોવ તો ચોર બજાર તમારા માટે પરફેક્ટ માર્કેટ પ્લેસ છે. અહીંની વસ્તુઓ અન્ય બજારોની તુલનામાં થોડી મોંઘી હોઈ શકે છે, પરંતુ તમને અહીં જે વસ્તુઓ મળે છે તે અન્ય કોઈ બજારમાં મળશે નહીં. અહીં તમને ઘરની સજાવટ માટે લેમ્પ્સ, ફોટો ફ્રેમ્સ, ફર્નિચર અને તેથી ઘણું વધુ મળશે. જે તમારા ઘરને વધુ આકર્ષક બનાવશે…
Street Shopping: લોખંડવાલા માર્કેટ ( Lokhandwala Market )
મુંબઈનું લોખંડવાલા માર્કેટ પણ ઘણું મોટું માર્કેટ છે. અહીં તમે પુરુષો તેમજ મહિલાઓ માટે કપડાં, ફોન એસેસરીઝ મેળવી શકો છો. અહીં તમને ખૂબ જ સ્ટાઇલિશ કપડાં પણ મળી શકે છે અને બાળકો માટે પણ ઘણા શોપિંગ વિકલ્પો છે. જો તમને શોપિંગની સાથે ખાવા-પીવાનું ગમે છે, તો અહીં તમે સ્વાદિષ્ટ ખાણી-પીણી, ચાટ, પાણીપુરી, લસ્સી વગેરેની મજા માણી શકો છો.