Site icon

Pigeon Feeding: કબૂતરખાના વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો, શહેરમાં કબૂતરોને ખવડાવવા પર પ્રતિબંધ

મુંબઈ હાઈકોર્ટના ચુકાદા સામેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, જાહેર આરોગ્યને સૌથી મોટી ચિંતા ગણાવી; મુંબઈમાં કબૂતરખાનાનો વિવાદ ચાલુ.

Pigeon Feeding કબૂતરખાના વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો, શહેરમાં કબૂતરોને ખવડાવવા પર પ્રતિબંધ

Pigeon Feeding કબૂતરખાના વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો, શહેરમાં કબૂતરોને ખવડાવવા પર પ્રતિબંધ

News Continuous Bureau | Mumbai
છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં કબૂતરખાના (pigeon houses) ને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે સોમવાર, 11 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. શુક્રવારે, સુપ્રીમ કોર્ટે મુંબઈ હાઈકોર્ટના (Bombay High Court) તે આદેશ વિરુદ્ધની અરજી ફગાવી દીધી, જેમાં મુંબઈ મહાનગરપાલિકાને શહેરમાં કબૂતરોને ખવડાવતા વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ નો ઇનકાર

જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને વિજય બિશ્નોઈની ખંડપીઠે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો. કોર્ટે કહ્યું કે અરજદાર આ આદેશમાં સુધારો કરવા માટે હાઈકોર્ટમાં જઈ શકે છે. મુંબઈ હાઈકોર્ટના આદેશને પડકારતી પશુ પ્રેમીઓ અને અન્ય લોકોની અપીલ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે આ મુદ્દો જાહેર આરોગ્ય સાથે સંબંધિત છે અને તમામ ઉંમરના લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર અને સંભવિત ખતરો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :India Pakistan Nuclear Threat: પરમાણુ હુમલાની ધમકીઓ પર ભારતે પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ; અસીમ મુનીર ના નિવેદન પર કહી આવી વાત

માનવ સ્વાસ્થ્ય સૌથી મોટી ચિંતા

કોર્ટે આ પહેલાં પણ મહાનગરપાલિકાને કોઈ પણ જૂના વારસામાં આવેલા કબૂતરખાના ને પાડતા રોક્યા હતા, પરંતુ પક્ષીઓને ખવડાવવા ની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. તે સમયે કોર્ટે કહ્યું હતું કે કબૂતરો દ્વારા ઊભા થતા જોખમથી માનવ સ્વાસ્થ્ય ની સુરક્ષા સૌથી મોટી ચિંતા છે. પલ્લવી પાટીલ, સ્નેહા વિસરારિયા અને સવિતા મહાજને આ અરજી દાખલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે મહાનગરપાલિકાએ 3 જુલાઈથી કોઈ પણ કાનૂની આધાર વગર ખવડાવવાના કેન્દ્રો પાડવાનું શરૂ કર્યું છે.

અગાઉનો આદેશ અને નવીનતમ ચુકાદો

ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે મહાનગરપાલિકાને કબૂતરખાના પાડતા રોક્યા હતા, પરંતુ સાથે જ કબૂતરોને ખવડાવવાની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટના મતે, કબૂતરોથી થતા રોગ અને ગંદકી જાહેર આરોગ્ય માટે જોખમી છે. હવે સુપ્રીમ કોર્ટે પણ આ ચુકાદાને યથાવત રાખતા સ્પષ્ટ કર્યું છે કે માનવ સ્વાસ્થ્યની સુરક્ષા સર્વોપરી છે. આ નિર્ણય બાદ મુંબઈમાં કબૂતરોને ખવડાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

 

Sheetal Devrukhakar Sheth: આદિત્ય ઠાકરેના ‘જમણા હાથ’ સમાન શીતલ દેવરુખકરનો છેડો ફાડ્યો! ૨૨ વર્ષ જૂનો સંબંધ તોડી ભાજપમાં જોડાશે
Switzerland Bar Explosion: સ્વિટ્ઝરલેન્ડમાં નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ: ક્રાન્સ મોન્ટાનાના બારમાં ભીષણ બ્લાસ્ટ; અનેક લોકોના મોતની આશંકા
Zohran Mamdani: ન્યૂયોર્કમાં ઈતિહાસ રચાયો ભારતીય મૂળના જોહરાન મમદાની બન્યા મેયર; કુરાન પર હાથ રાખીને લીધા શપથ
BMC Election 2026 Seat Sharing: મહાયુતિમાં ભંગાણના સંકેત! બેઠકોની વહેંચણીમાં રામદાસ આઠવલેએ માંગ્યો મોટો હિસ્સો, શું શિંદે અને ભાજપ ઝૂકશે?.
Exit mobile version